આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર જ કેટલીક એવી માહિતી સામે આવતી હોય છે જે ક્યારેક કામની હોય છે તો ક્યારેક ફેક ન્યુઝ પણ વાઈરલ થતા હોય છે. આવી જ એક ન્યુઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કાને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા આ 10 અને 20 રૂપિયાના સિક્કા અને નોટ ચલણમાંથી પાછા ખેંચી લેશે. ચાલો આજે તમને આ દાવા પાછળની સચ્ચાઈ-
મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ સમચારમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ટૂંક સમયમાં જ સરકાર 10 અને 20 રૂપિયાના સિક્કા અને ચલણી નોટો બંધ કરવાની યોજના બનાવી રહી છે. જોકે, હવે આ બાબતે સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં તો 10-20 રૂપિયાના સિક્કા કે નોટને બંધ કરવાનો કોઈ ઈરાદો નથી. આવા કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરવાનું ટાળો. આ તમામ અહેવાલો અને સમાચારો ખોટા અને પાયાવિહોણા છે. 10 અને 20 રૂપિયાની નોટ કે સિક્કા બંધ કરવાની કોઈ યોજના નથી. એટલું જ નહીં પણ જો જરૂર પડશે તો 10 અને 20 રૂપિયાની નોટ છાપવાનું કામ પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : આ છે RBIના બે ખાસ દ્વારપાલ, વર્ષોથી કરી રહ્યા છે તમારા પૈસાની સુરક્ષા…
આ ઉપરાંત આરબીઆઈ દ્વારા નાગરિકોને એવી ભલામણ પણ કરવામાં આવી છે કે નાગરિકોએ આવા અહેવાલોથી ડરવાની જરૂર નથી. કોઈ પણ અધિકૃત માહિતી કે સચ્ચાઈ જાણ્યા વિના આવા સમાચારોને વાઈરલ ના કરવાની અપીલ પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ 500 રૂપિયા અને 200 રૂપિયાની નોટ બંધ કરવાના અહેવાલો અને રિપોર્ટ્સ સોશિયલ મીડિયા પર આવી ચૂક્યા છે. જોકે, એ સમયે પણ આરબીઆઈ દ્વારા નાગરિકોને આવા અહેવાલો પર વિશ્વાસ ના કરવાની અપીલ કરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને