2025 ની આઇપીએલમાં 10 ટીમની પ્રથમ મૅચ માટેની સ્ક્વૉડ જાણી લો કેવી હોઈ શકે…

2 hours ago 1

મુંબઈઃ ઘણા મહિનાઓથી જેની રાહ જોવાઈ રહી હતી એ આઇપીએલ મેગા-ઑક્શન પૂરું થઈ ગયું છે, તમામ ટીમોએ પોતાની ઇચ્છા મુજબના ખેલાડીઓ લગભગ ખરીદી લીધા છે અને અત્યારથી જ આ ફ્રૅન્ચાઇઝીઓએ માર્ચ, 2025ની આગામી આઇપીએલના શરૂઆતના રાઉન્ડ માટેની ટીમો નક્કી કરી લીધી હશે. તો આવો, આપણે જાણીએ કે 14મી માર્ચે શરૂ થનારી નવી સીઝનમાં દરેક ટીમની પહેલી મૅચ માટેની પ્લેઇંગ-ઇલેવન તેમ જ ઇમ્પૅક્ટ પ્લેયર સહિતની 12 ખેલાડીઓની ટીમ કેવી હશે.

આ પણ વાંચો : બિહારનો 13 વર્ષનો સૂર્યવંશી આઇપીએલનો સૌથી યુવાન, રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો…

પહેલાં તો આપણે મૂળભૂત બાબત જાણી લઈએ કે કઈ ટીમે રીટેન કરેલા પ્લેયર્સ સહિત કુલ કેટલા ખેલાડી મેળવી લીધા છે. દરેક ટીમને સ્ક્વૉડમાં વધુમાં વધુ પચીસ ખેલાડી રાખવા કહેવામાં આવ્યું છે જેમાં વિદેશી ખેલાડી વધુમાં વધુ આઠ હોવા જોઈએ.

મુંબઈ ઇન્ડિયન્સે પચીસમાંથી 23 ખેલાડી મેળવી લીધા છે જેમાં આઠ વિદેશી પ્લેયર છે.
ચેન્નઈ સુપર કિંગ્સે તમામ પચીસ પ્લેયર મેળવી લીધા છે જેમાં સાત વિદેશી છે.
ગુજરાત ટાઇટન્સે પચીસમાંથી પચીસ ખેલાડી મેળવી લીધા છે જેમાં સાત વિદેશી છે.
રાજસ્થાન રૉયલ્સે પચીસમાંથી 20 ખેલાડી ખરીદી લીધા છે જેમાં છ વિદેશી છે.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ પચીસમાંથી બાવીસ પ્લેયર મેળવ્યા છે જેમાં આઠ વિદેશી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે પચીસમાંથી હજી 20 ખેલાડી મેળવ્યા છે જેમાં સાત વિદેશી પ્લેયર છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે પચીસમાંથી 21 પ્લેયર મેળવ્યા છે જેમાં આઠ વિદેશના છે.
પંજાબ કિંગ્સે તમામ પચીસ પ્લેયર મેળવી લીધા છે જેમાં આઠ વિદેશી છે.
લખનઊ સુપર જાયન્ટ્સે પચીસમાંથી 24 ખેલાડી મેળવ્યા છે જેમાં છ વિદેશી છે.
દિલ્હી કૅપિટલ્સે પચીસમાંથી 23 ખેલાડી મેળવી લીધા છે અને એમાં સાત વિદેશી છે.

આ પણ વાંચો : બુમરાહે ઐતિહાસિક વિજય મેળવ્યા પછી કહ્યું, `મારો દીકરો મોટો થશે ત્યારે….’

10 ટીમની પહેલી મૅચ માટેની સંભવિત 12 ખેલાડીઓની ટીમઃ

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, વિલ જૅક્સ, નમન ધીર/રૉબિન મિન્ઝ, દીપક ચાહર, અલ્લા ઘઝનફર/મિચલ સૅન્ટનર, કર્ણ શર્મા, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બૉલ્ટ.

ચેન્નઈઃ ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), ડેવૉન કોન્વે/રાચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, સૅમ કરૅન, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર. અશ્વિન, નૂર અહમદ/નૅથન એલિસ, ખલીલ અહમદ/ગુર્જપનીત સિંહ અને મથીશા પથિરાના.

ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), સાઇ સુદર્શન, વૉશિંગ્ટન સુંદર, શેરફેન રુધરફર્ડ/ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવાટિયા, એમ. શાહરુખ ખાન, રાશિદ ખાન, અર્શદ ખાન/સાઇ કિશોર/મહિપાલ લૉમરોર, કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

રાજસ્થાનઃ સંજુ સૅમસન (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, વનિન્દુ હસરંગા,
શુભમ દુબે/આકાશ મઢવાલ, જોફ્રા આર્ચર, માહીશ થિકશાના, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે.

બેન્ગલૂરુઃ વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, લિઆમ લિવિંગસ્ટન, રજત પાટીદાર, કૃણાલ પંડ્યા, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ/જેકબ બેથેલ, રસિખ સલામ, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ, યશ દયાલ અને સુયશ શર્મા/સ્વપ્નિલ સિંહ.

હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, હિન્રિચ ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, હર્ષલ પટેલ, રાહુલ ચાહર, મોહમ્મદ શમી અને ઍડમ ઝૅમ્પા.

કોલકાતાઃ વેન્કટેશ ઐયર, સુનીલ નારાયણ, ક્વિન્ટન ડિકૉક/રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી/અજિંક્ય રહાણે, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, ઍન્રિક નૉર્કિયા/સ્પેન્સર જૉન્સન અને મનીષ પાન્ડે.

પંજાબઃ શ્રેયસ ઐયર, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મૅક્સવેલ, નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કો યેનસેન, હરપ્રીત બ્રાર, યશ ઠાકુર/કુલદીપ સેન/વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

લખનઊઃ રિષભ પંત (વિકેટકીપર), મિચલ માર્શ, એઇડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, શાહબાઝ અહમદ, અબ્દુલ સામદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મોહસિન ખાન અને મયંક યાદવ.

દિલ્હીઃ કેએલ રાહુલ, જેક ફ્રેઝર-મૅકગર્ક, અભિષેક પોરેલ (વિકેટકીપર), હૅરી બ્રૂક/ફૅફ ડુ પ્લેસી, ટ્રિસ્ટેન સ્ટબ્સ, અક્ષર પટેલ, આશુતોષ શર્મા, સમીર રિઝવી, કુલદીપ યાદવ, મિચલ સ્ટાર્ક, ટી. નટરાજન અને મુકેશ કુમાર.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article