2024ને પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યાર બાદ 2025નું નવું નક્કોર વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને આ સાથે જ લોકોને એ જાણવાની તાલાવેલી પણ વધી જાય છે કે આખરે આવનારા વર્ષમાં ક્યારે ક્યારે કઈ કઈ ઘટના કે વાર-તહેવાર આવશે. વાત કરીએ હિંદુ ધર્મની તો હિંદુ ધર્મમાં સૂર્ય ગ્રહણનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના હોવાની સાથે સાથે જ તે ગ્રહોની હિલચાલ અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્ત્વની ઘટના છે. ચાલો જાણીએ કે આવનારા વર્ષમાં ક્યારે ક્યારે સૂર્યગ્રહણ લાગશે, તે ભારતમાં દેખાશે કે નહીં અને આ ગ્રહણની કઈ કઈ રાશિઓ પર અસર જોવા મળશે એ-
માર્ચમાં લાગશે પહેલું સૂર્યગ્રહણ
આખા વર્ષમાં ચાર ગ્રહણ હોય છે જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રણ હોય છે. 2025નું પહેલું સૂર્યગ્રહણ 29મી માર્ચના ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની અમાસના લાગશે. જેનો સમય બપોરે 2.21 થી સાંજે 6.14 કલાક સુધીનો રહેશે. આ ગ્રહણ બર્મુડા, બારબાડોસ, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ઉત્તરી બ્રાઝિલ, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, હંગેરી, આયર્લેન્ડ, મોરોક્કો, ગ્રીનલેન્ડ, પૂર્વી કેનેડા, લિથુઆનિયા, હોલેન્ડ, પોર્ટુગલ, ઉત્તરી રશિયા, સ્પેન, સુરીનામ, સ્વીડન, પોલેન્ડ, પોર્ટુગલ, નોર્વે, સ્વિટર્ઝેલેન્ડ, ઈંગ્લેન્ડ અને અમિરાના પૂર્વના વિસ્તારો જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલે એનું સૂતક કાળ પણ માન્ય નહીં ગણાય.
આપણ વાંચો: આજનું રાશિફળ (15-11-2024): વૃષભ, મકર અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck…
આ રાશિઓ પર જોવા મળશે અસર-
આ સમયે મીન રાશિ અને ઉતરા ભાદ્રપદ નક્ષત્રમાં ગ્રહોની ખાસ સ્થિતિ બની રહી છે. આ દિવસ મીન રાશિમાં સૂર્ય અને રાહુ સિવાય શુક્ર, બુધ અને ચંદ્રમા રહેશે. મીન રાશિના દસમા ભાવમાં શનિ બિરાજમાન રહેશે. વૃષભ રાશિમાં ગુરુ અને મિથુન રાશિના ચોથા ભાવમાં મંગળ અને સપ્તમ ભાવમાં કન્યા રાશિમાં કેતુ બિરાજમાન રહેશે. પાંચ ગ્રહોનાનો પ્રભાવ એક સાથે જોવા મળતાં આ ગ્રહણની અનેક રાશિ પર ભારે અસર જોવા મળશે.
સપ્ટેમ્બરમાં બીજું સૂર્યગ્રહણ
વર્ષ 2025નું બીજું સૂર્યગ્રહણ 21મી સપ્ટેમ્બરના રાતે લાગશે અને તે આસો મહિનાની કૃષ્ણ પક્ષ અમાસના રાતે 10.59 કલાકથી વહેલી સવારે સવારે 03:23 સુધી લાગશે. આ સંપૂર્ણ ગ્રહણ ન્યુઝીલેન્ડ, ફિજી, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગોમાં જોઈ શકાશે. આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં અને તેનું સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.
આ રાશિ પર જોવા મળશે ગ્રહણની અસર
વર્ષનું બીજું ગ્રહણ કન્યા અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આકાર લેશે. આ સમય દરમિયાન સૂર્ય, ચંદ્ર અને બુધ કન્યા રાશિમાં બિરાજમાન હશે અને તેઓ મીન રાશિમાં બેઠેલા શનિદેવના સંપૂર્ણ પ્રભાવમાં રહેશે. આ કારણે મંગળ બીજા ભાવમાં તુલા રાશિમાં, રાહુ કુંભ રાશિમાં છઠ્ઠા ભાવમાં, ગુરુ દસમા ભાવમાં અને શુક્ર અને કેતુનો સંયોગ બારમા ભાવમાં રહેશે. આ સૂર્યગ્રહણ ખાસ કરીને કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા લોકો માટે પ્રભાવશાળી હોઈ શકે છે.