Pappu Yadav's Threater Arrested From Delhi, Lawrence Bishnoi Gang Says This...

નવી દિલ્હી: ફરી એકવાર સાંસદ પપ્પુ યાદવને (Pappu Yadav)જાનથી મારી નાખવાની ધમકી (death threat) મળી છે. તેમને આ 18 મી વખત મળેલી ધમકી છે. તેમને આ ધમકી પાકિસ્તાનના એક વ્હોટ્સએપ નંબર પરથી મળી છે. આ નંબર પરથી મળેલા મેસેજમાં 7 સેકન્ડનો એક બંબ વિસ્ફોટનો એક વિડીયો પણ મોકલમાં આવ્યો છે. ધમકી આપનારે પોતે લોરેન્સ બીશ્નોઇ ગેંગનો (Lawrence Bishnoi Gang) સભ્ય હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : પપ્પુ યાદવને ધમકી આપનારો દિલ્હીથી ઝડપાયો, લૉરેન્સ બિશ્નોઈ ગેંગને લઈ કહી આ વાત…

સાંસદની સુરક્ષા વધારી દેવામાં આવી

સાંસદ પપ્પુ યાદવને જે નંબર પરથી ધમકી મળી તે પાકિસ્તાનનો છે. +92 336 0968377 નંબર પરથી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે અને તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હોવાનો દાવો કરીને સાંસદના મોબાઈલ નંબર પર બોમ્બ વિસ્ફોટનો 7 સેકન્ડનો વીડિયો પણ મોકલ્યો છે. આ મેસેજ બાદ પૂર્ણિયામાં સાંસદના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

લોકશાહીને બચાવવા માટે મારવા તૈયાર

જો કે આ બધાની વચ્ચે સાંસદ પપ્પુ યાદવ હાલ પૂર્ણિયામાં છે. સિક્યોરિટી મશીન દ્વારા ચેકિંગ કર્યા પછી જ કોઈપણ વ્યક્તિને અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સાંસદ પપ્પુ યાદવે કહ્યું હતું કે મને ધમકીઓ મળવા છતાં હું લોકોને મળી રહ્યો છું. મને ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું કે આજે રાત્રે તમે બે વાર બચી ગયા છો. આ દેશને બચાવવા અને દેશની લોકશાહી બચાવવા માટે હું દરેક વખતે મરવા તૈયાર છું. દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહેલી શક્તિઓથી લોકશાહીને બચાવવા માટે હું કોઈપણ કિંમતે ડરતો નથી. હું લડીને મરી જઈશ.

આ પણ વાંચો : દેશમાં GDP 2 વર્ષના તળિયે, મુખ્ય આર્થિક સલાહકારે કહી આ વાત

અગાઉ પણ મળી ચૂકી છે ધમકી

અગાઉ પણ પપ્પુ યાદવને ધમકીઓ મળી હતી. જેમાં દિવાળીની આસપાસ પૂર્ણિયા પોલીસે મહેશ પાંડે નામના વ્યક્તિની દિલ્હીથી ધરપકડ કરી હતી. મહેશ પાંડેએ સ્વીકાર્યું હતું કે તેણે પપ્પુ યાદવને ધમકી આપી હતી. પરંતુ તેણે એમ પણ કહ્યું કે તેનો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નથી. તેણે એ પણ જણાવ્યું કે પપ્પુ યાદવના લોકો અને અન્ય ઘણા સાંસદો સાથે તેના કનેક્શન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને