દિલ્હી: આગામી રવિવારે ભારત તેના 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દિલ્હીમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન રાજધાનીમાં છ-સ્તરીય બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નોંધનીય છે કે ફક્ત 15 હજાર પોલીસકર્મીઓને ફક્ત કર્તવ્ય પથ પર નજર રાખવા જ તૈનાત કરવામાં આવશે. નવી દિલ્હી જિલ્લા પર પણ નજર સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર પ્રજાસત્તાક પર્વના અવસર પર ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી સમગ્ર શહેર પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત કામગીરી પર નજર રાખવા માટે સાયબર એક્સપર્ટ અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. નવી દિલ્હી જિલ્લામાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમથી સજ્જ હજારો CCTV કેમેરા મૂકવામાં આવ્યા આવ્યા છે.
આ કેમેરા ડેટાબેઝ સાથે જોડાયેલા છે, જેનાથી ગુનેગારોની તાત્કાલિક ઓળખ થઈ શકશે.કેમેરાથી નહિ છૂટી શકે કોઇ વ્યક્તિ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “આ વખતે પ્રજાસત્તાક દિવસ પર 6 સ્તરીય સુરક્ષા ગોઠવવામાં છે. ઘરેથી ચાલીને કે વાહન દ્વારા આવનાર કોઈપણ વ્યક્તિએ 6 સ્તરીય સુરક્ષામાંથી પસાર થવું પડશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દરેક વ્યક્તિએ હાઇ ડેફિનેશન કેમેરાની નજરમાં આવી જ જશે. જો કોઈનો ચહેરો ડેટાબેઝ સાથે મેળ ખાય છે, તો તરત જ એલાર્મ વગાડવામાં આવશે અને સંબંધિત સુરક્ષા કર્મચારીઓને જાણ કરવામાં આવશે.મેટ્રોના સમયમાં પણ ફેરફાર દિલ્હી મેટ્રો પણ રવિવારે સવારે 3 વાગ્યે પોતાની સેવાઓ ફરી શરૂ કરશે જેથી લોકોને કર્તવ્ય પથ સુધી પહોંચવામાં મદદ મળી રહે. કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 અને અન્ય ઉજવણીઓમાં મહત્તમ મુસાફરો હાજરી આપી શકે તે માટે દિલ્હી મેટ્રોની તમામ લાઇનો પર સંશોધિત ટાઈમ ટેબલ મુજબ સેવાઓ શરૂ કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને