મુંબઈઃ અભિનેત્રી મલાઈકા અરોરા ૫૧ વર્ષની ઉંમરે પણ તેના લૂક્સ અને ડાન્સમૂવ્સથી લોકોના દિલ જીતી રહી છે. તાજેતરમાં એક ડાન્સ રિયાલિટી શો ને જજ બની હતી, જ્યાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ અને સુંદર અવતાર જોવા મળ્યો હતો. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટો પણ શેર કર્યા છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ લેટેસ્ટ ફોટોશૂટમાં મલાઈકા અરોરા બ્લેક કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. જે તેને ખૂબ જ સુંદર લાગે છે. આ તસવીરોમાં મલાઈકા કેમેરા માટે અલગ-અલગ પોઝ આપી રહી છે. જેમાં તેની અદાઓથી તેના ચાહકો ઘાયલ થયા હતા. મલાઈકાએ આ સાડીને સફેદ ક્રોપ ટોપ સાથે પહેર્યું હતું.
Also read: કરિના કપૂર અને અર્જૂન કપૂર આખી રાત રહ્યા મલાઈકા સાથે
મલાઈકાએ તેના ગળામાં હાર પણ પહેર્યો છે. ખુલ્લા વાંકડિયા વાળ અને બોલ્ડ આઈ-મેકઅપ તેના લૂકમાં વધારો કરી રહ્યા છે. અભિનેત્રીની તસવીરો અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા છેલ્લા ઘણા દિવસોથી તેના પિતાના મૃત્યુ અને અભિનેતા અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી. મલાઈકાએ ઘણા વર્ષો સુધી અર્જુન કપૂરને ડેટ કર્યા બાદ તેની સાથે બ્રેકઅપ કર્યું હતું. બંનેના બ્રેકઅપથી ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. મલાઈકા અરોરાની ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે. અહીં ૧૯ મિલિયન લોકો તેને ફોલો કરે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને