Abhishek Bachchan એ કહ્યું ઐશ્વર્યાએ મને ફોન કરવો જ પડશે નહીં તો…

1 hour ago 1
Why didn't Abhishek Bachchan spell  to Aishwarya Rai-Bachchan's party? Image Source: Telulgu Rajyam

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નને ખાસ્સો સમય થઈ ગયો છે, પરંતુ હવે બંનેના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલોને કારણે કપલ સતત ચર્ચામાં રહે છે. અત્યારે પરિસ્થિતિ જે હોય એ પણ એક સમય હતો કે બંને જણ એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા અને જાહેર કાર્યક્રમોમાં એકબીજાની સાથે ઊભા રહેતાં હતા. ટૂંકમાં ઐશ્વર્યા અને અભિષેક એક આઈડિયલ કપલ હતા, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બંને જણ એકબીજાથી દૂર દૂર રહે છે.

આ પણ વાંચો : Abhishek Bachchan સાથેના અફેયર પર Nimrat Kaur એ આપી સ્પષ્ટતા, સ્પષ્ટતા બાદ તો…

હાલમાં અભિષેકનો એક જૂનો ઈન્ટરવ્યુનો પીસ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અભિષેકે જણાવ્યું હતું કે ઐશ્વર્યા કઈ રીતે આઉટડોર શૂટિંગ સમયે પણ તેનું ધ્યાન રાખે છે, ખાવા-પીવાનું ધ્યાન રાખે પછી ભલે ને તે કોઈ હોટેલમાં કેમ ના રોકાયો હોય?

અભિષેકે જણાવ્યું હતું કે હું ખૂબ જ શરમાળ છું. હું આઉટડોર શૂટ પર હોઉં તો પણ મારી પત્ની ઐશ્વર્યા મને સાંજે ફોન કરશે અને એક નોર્મલ હસબન્ડ-વાઈફની જેમ જ પૂછશે કે તમે કંઈ ખાધુ, હું ના કહું એટલે એ કહેશે ઠીક છે તારે શું ખાવું છે, હું એને કહીશ અને ઐશ્વર્યા રૂમ સર્વિસને ફોન કરીને ઓર્ડર આપશે. હું રૂમ સર્વિસને કોલ કરી શકતો નથી. ઐશ્વર્યાને એ વાતનો ખ્યાલ છે કે જો તેણે ફોન કરવો પડે, નહીં તો હું જમતો નથી.

આ પણ વાંચો : Abhishek Bachchan પહેલાં આ જાણીતા ક્રિકેટર સાથે જોડાઈ ચૂક્યું છે Nimrat Kaurનું નામ…

આ ઈન્ટરવ્યુ જ્યારે અભિષેકની ફિલ્મ દસવી આવી હતી એ સમયનો છે. અભિષેકનો આ ખુલાસો સાંભળીને તેની કો-સ્ટાર નિમ્રત કૌરે જણાવ્યું હતું કે કેટલો પ્રેમ. નસીબદાર છો, શું તમે આવા પ્રેમની કલ્પના કરી શકો છો. જોકે, ઐશ્વર્યાની જેમ અભિષેક પણ ઐશ્વર્યાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને જાહેરમાં તેનો પક્ષ લઈને વાત કરે છે.

હાલમાં ઐશ્વર્યા અને અભિષેક બંને સાથે નથી રહેતા. છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા સાથે પિયરમાં રહે છે. એટલું જ નહીં પણ જાહેરમાં ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર સાથે દેખાવવાનું ટાળે છે.

આ પણ વાંચો : મોડી રાતે Abhishek Bachchan વિના આ શું કરતી જોવા મળી Aishwarya Rai-Bachchan?

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article