મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ૧૩ એસી લોકલનો વધારો કરાયો છે ત્યારે તેના પ્રથમ દિવસે જ પ્રવાસીઓમાં મૂંઝવણ જોવા મળી હતી. નિયમિત રીતે ટ્રેનના બદલે એસી લોકલ આવવાથી તેઓને તે ટ્રેન છોડવી પડી હતી તથા તેના બાદ આવનારી લોકલમાં જોરદાર ભીડ હોવાને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નવા ટાઇમટેબલ અનુસાર સવારે પાંચ, બપોરે ચાર અને સાંજે ચાર એસી લોકલ દોડાવવામાં આવે છે. સવારી પીક અવર્સમાં ભાયંદરથી ચર્ચગેટ સુધીની એસી લોકલ દોડાવવામાં આવતી હોવાને કારણે ત્યાર પછીની નિયમિત ટ્રેનોમાં ભીડ વધી રહી છે. તેથી હાલની લોકલો રદ કર્યા વગર એસી લોકલ વધારવામાં આવે એવી માગમી ફર્સ્ટ અને સેક્ધડ ક્લાસના પ્રવાસીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો, મુંબઈમાં 770થી વધુ દર્દી
અમુક પ્રવાસીઓનું કહેવું છે કે બોરીવલીથી વિરાર સુધી ભીડ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને લોકલ દોડાવવી જોઇએ. સળંગ એસી લોકલ નહીં દોડાવતા નોન એસી ટ્રેનો દોડાવવાને કારણે પ્રવાસીઓને ફાયદો થશે. વધારાની એસી લોકલ દોડાવતી વખતે સામાન્ય પ્રવાસીઓના હાલ ન થાય તેનો ખ્યાલ રેલવેએ રાખવો જોઇએ.
એસી લોકલ કરતા સામાન્ય ટ્રેનોના પ્રવાસીઓ વધુ છે. તેથી સાદી ટ્રેનોની સંખ્યા વધારવી જોઇએ અથવા તો એસી લોકલના દર સાદી લોકલના ર્ફ્સ્ટ ક્લાસ કોચના દર પ્રમાણે હોવાથી પણ ફાયદો થઇ શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને