Action taken against 4  policemen successful  Ambli-Bopal roadworthy  accident Credit : Gujarat Samachar

અમદાવાદ: અમદાવાદનાં આંબલી-બોપલ રોડ પર નબીરાએ નશાની હાલતમાં સર્જેલા અકસ્માતમાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. નશામાં ધૂત થયેલા યુવકે બેફામ રીતે કાર ચલાવીને નીકળ્યો હતો અને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. હવે આ કેસમાં પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચાર પોલીસકર્મીઓને સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ક્રાઇમ કેપિટલઃ અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં…

ચાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી

સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર આંબલી-બોપલ રોડ પરનાં અકસ્માતમાં બનાવમાં વાહનચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં નિષ્ફળ ઉચ્ચ અધિકારીઓએ નીચેના અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. બોપલ-આંબલી રોડ પર અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દીન યુનુસખાન અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ભરતસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSO રતિલાલ મોહનલાલ અને ઇન્ચાર્જ PI પી.એમ. મારવાડા સામે પણ તપાસ સોંપવામાં આવી છે. ઘટના બાદ FSL બોલાવવામાં અને ફરિયાદ દાખલ કરવામાં વિલંબ અંગે કાર્યવાહી કરી પ્રાથમિક તપાસ સોંપાઈ છે.

શું છે બનાવ?

આજે સવારે અમદાવાદનાં આંબલી-બોપલ રોડ પર યુવકે અકસ્માત સર્જ્યો છે. અહી નશામાં ધૂત થયેલા યુવકે બેફામ રીતે કાર ચલાવીને નીકળ્યો હતો અને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે ભારે પગલે અફરાતફરી મચી હતી. જોકે ત્યાર બાદ સ્થાનિકોએ આ યુવકને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર યુવકની ઓળખ કરવામાં આવી છે. અકસ્માત કરનાર યુવક રીપલ પંચાલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને ગુનો પણ નોંધ્યો છે.

આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ

પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં આરોપી રિપલ પંચાલનો ગુનાહિત ભૂતકાળ હોવાનું પણ ખૂલ્યું છે. આરોપીએ ભૂતકાળમાં અનેક વખત કાયદાનો ભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી શેન્કો વાલ્વ પ્રા. લિ.નો માલિક હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક કાંડઃ અકસ્માત સર્જનાર આરોપીની પત્નીએ કહ્યું, “દારૂ…. દવાને….

શું કહ્યું ભોગ બનનાર પીડિતાએ?

આ અકસ્માતનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યા મુજબ, તે ઓફિસ જઈ રહી હતી ત્યારે વૈભવી કારના ચાલકે તેને ટક્કર મારી હતી અને ઢસડી હતી. અકસ્માત સમયે કારચાલક નશામાં હતો અને તેને કંઈ ભાન ન હતું. તે અકસ્માત કર્યા બાદ કારમાં બેઠાં બેઠાં સિગારેટ પી રહ્યો હતો. તેણે ફરી કાર ચલાવી હતી અને ટાટા મોટર્સના શો રૂમ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને