More than 40 trains volition  beryllium  diverted from Kalupur railway station

અમદાવાદ: હવે અમદાવાદથી (Ahmedabad) મુસાફરી કરવાનું વિચારી રહેલા અથવા પ્લાન કરી ચૂકેલા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કારણ કે પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્સનમાં સાબરમતી (રાણીપ બાજુ), સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવાની કામગીરી માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનોને અસર (Railway Update) પહોંચશે.

આ પણ વાંચો : રાજ્યમાં આ તારીખ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવનારા ખેડૂતોને જ મળશે પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો

જો આપ પણ મુસાફરી કરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ઘણા મહત્વનાં છે. કારણ કે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમને કારણે અમુક ટ્રેનોને અસર પહોંચી છે અને તેના કારણે રેલવે દ્વારા ટ્રેનોના સમય, સ્ટોપ વગેરે બાબતોમાં ફેરફાર કરવામા આવ્યો છે. કઈ કઈ ટ્રેનને અસર થવાની તેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

  1. 01.12.2024 ના રોજ 09459 અમદાવાદ – વિરમગામ મેમુ રદ રહેશે.
  2. 01.12.2024 ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
  3. 01.12.2024 અને 02.12.2024 ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  1. 01.12.2024 અને 02.12.2024ના રોજ ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. 01.12.2024ના રોજ ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો

  1. 01.12.2024 ના રોજ, ટ્રેન નં. 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત રુટ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને ચાલશે. આ ટ્રેન ચાંદલોડિયા પર નહીં જાય.
  2. 01.12.2024 ના રોજ ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ – શહિદ કેપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસ તેના નિર્ધારિત રુટ વાયા વિરમગામ-ચાંદલોડિયા-ગાંધીનગર કેપિટલ-મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને ચાલશે.આ ટ્રેન આંબલી રોડ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશને નહીં જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને