Ajmer Dargah IMAGE BY FIRST INDIA

નવી દિલ્હી: હાલમાં જ અજમેર શરીફ દરગાહમાં(Ajmer Darga)શિવ મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ જાનથી મારવાની ટેલિફોનિક ધમકી આપવામાં આવી છે. આ અંગે એક કોલ તેમને કેનેડાથી આવ્યો હતો. વિષ્ણુ ગુપ્તાને ધમકી આપનાર વ્યક્તિએ ફોન કર્યો અને કહ્યું કે તેમનું માથું કાપી નાખવામાં આવશે. ગરદન કપાઈ જશે તમે અજમેર દરગાહનો કેસ કરીને મોટી ભૂલ કરી છે.

વિષ્ણુ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ આ મામલે દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે અમે આવી ધમકીઓથી ડરવાના નથી. અમે કાયદા હેઠળ કામ કરી રહ્યા છીએ અને કોર્ટમાં જવું એ અમારો અધિકાર છે. અમે અમારા મંદિરો કોર્ટ દ્વારા પાછા લઈશું અને અજમેર દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર હતું અને રહેશે.

આપણ વાંચો: અજમેર શરીફ દરગાહ પર પહેલા શિવ મંદિર હતું? 20 ડિસેમ્બરે સુનાવણી

બે વખત ધમકીભર્યા ફોન આવ્યા

વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે તેમને બે ફોન કોલ આવ્યા છે. એક ફોન કરનારે પોતાની ઓળખ કેનેડા અને બીજી ભારતની હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે અમે આવી ધમકીઓથી ડરવાના નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

20 ડિસેમ્બરે સુનાવણી થશે

રાષ્ટ્રીય હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહની અંદર ભગવાન શિવ મંદિર હોવાનો દાવો કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 27 નવેમ્બરે અદાલતે તેમની અરજી સુનાવણી માટે સ્વીકારી છે. જેમાં એવો દાવો કર્યો કે દરગાહ પર એક પ્રાચીન મંદિર હોવાના પુરાવા છે. આગામી સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે.

આપણ વાંચો: અજમેર દરગાહને મંદિર જાહેર કરવાની અરજી પર કોર્ટનો મોટો આદેશ

વાદીના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની અંદર શિવ મંદિર હોવાનો દાવો કરતા સિવિલ સુટમાં ત્રણ પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોણ છે વિષ્ણુ ગુપ્તા?

મૂળ યુપીના એટાહના ચાલીસ વર્ષના વિષ્ણુ ગુપ્તા નાની ઉંમરે દિલ્હી આવ્યા હતા. હિન્દુ રાષ્ટ્રવાદથી પ્રભાવિત થઈને તેઓ શિવસેનાની યુવા પાંખમાં જોડાયા. 2008માં ગુપ્તા બજરંગ દળના સભ્ય બન્યા. ગુપ્તાએ 2011માં કેટલાક અન્ય લોકો સાથે મળીને હિન્દુ સેનાની સ્થાપના કરી હતી. હવે તે દાવો કરે છે કે સંસ્થાના લાખો સભ્યો ભારતના તમામ ભાગોમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને