CBI apprehension  Arvind Kejriwal earlier  Supreme tribunal  bail hearing

નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્વે હરિયાણામાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ કેસ શાહબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. કેજરીવાલે હરિયાણા પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.

એડવોકેટે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી

હરિયાણામાં એડવોકેટ જગમોહન મનચંદા નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. જગમોહન મનચંદાએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમના નિવેદનને પક્ષપાતી રાજકારણ ગણાવ્યું હતું, ત્યારબાદ કેજરીવાલ વિરુદ્ધ BNSની કલમ 192, 196(1), 197(1), 248(a),299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે નિવેદન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે, આપના સંયોજક અરવિંદ કેજરીવાલે 27 જાન્યુઆરીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે હરિયાણા દ્વારા દિલ્હીને આપવામાં આવતા પાણીની ગુણવત્તા નબળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી.

ભાજપ દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે

ભાજપ પોતાના ગંદા રાજકારણથી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે. કેજરીવાલે વધુમાં કહ્યું, આ પ્રદૂષિત પાણી એટલું ઝેરી છે કે તેને દિલ્હીમાં હાજર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ટ્રીટ કરી શકાતું નથી. ભાજપ દિલ્હીના રહેવાસીઓની સામૂહિક હત્યા કરવા માંગે છે. પણ અમે આવું નહીં થવા દઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને