Religious places attacked successful  Bangladesh affecting Hindu community Photo Credit: AP

ઢાકા: બાંગ્લાદેશમાં હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હોવાના મીડિયા અહેવાલ આવી રહ્યા છે. જેમાં પ્રકાશમાં આવેલા વિડીયોમાં જોઇ શકાય છે કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા હિંદુઓને ઘેરીને મારવામાં આવી રહ્યા છે. તેમનો પીછો કરવામાં આવે છે અને રસ્તાઓ પર આંતરીને મારવામાં આવે છે. તેવા સમયે બાંગ્લાદેશની યુનુસ સરકાર આ તમામ બાબતો નજરઅંદાજ કરી રહી છે. તેમજ ઉપદ્રવીઓને હિંદુ પર હુમલો કરવાનો છૂટો દોર આપ્યો છે.

દીકરીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે

આ સમયે હિંદુઓ બાંગ્લાદેશમાં પોતાને અસહાય અનુભવી રહ્યા છે. તેમજ મોટી સંખ્યામાં હિંદુઓ મદદ માટે વિનંતી કરી રહ્યા છે. પરંતુ ધાર્મિક આધાર પર મુસ્લિમ ધર્મના લોકો લઘુમતીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં હિંદુઓના અનેક ઘરો, દુકાનો, ઓફિસો અને મંદિરોને તોડી પાડવામાં આવ્યા છે. હિંદુઓને દંડાથી મારવામાં આવ્યા છે. તેમના ઘરો અને દુકાનોને આગ લગાડવામાં આવી છે. તેમજ દીકરીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે. પરંતુ આ ઉપદ્રવીઓને રોકવાવાળું કોઈ નથી.


Also read: બાંગ્લાદેશમાં હજુ હિંદુઓ ભયના ઓથાર હેઠળઃ તહેવારોમાં હુમલાનું જોખમ…


ઉપદ્રવીઓને યુનુસ સરકારે ખુલ્લો દોર આપ્યો

હિંદુ લઘુમતીઓને નિશાન બનાવતાઉપદ્રવીઓ રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમના હાથમાં લાકડીઓ, તીક્ષ્ણ હથિયારો અને અન્ય ઘાતક વસ્તુઓ છે. જેની મદદથી તેઓ હિંદુઓ અને તેમની સાથે જોડાયેલા પ્રતીકો પર ઘાતક હુમલા કરી રહ્યા છે. અલ્પસંખ્યક હિંદુ પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડી રહ્યો છે, પરંતુ હવે તે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તેના વીડિયો પણ સામે આવી રહ્યા છે. જે હિંદુઓ પરના નિર્દય હુમલાની સાક્ષી પૂરી રહ્યા છે.

ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષે પોસ્ટ કર્યો વિડીયો

જ્યારે ઇસ્કોન મંદિર કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે આ હુમલાનો એક વિડીયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે 24 કલાક હિંદુઓ અને તેમના જોડાયેલા સ્થાનો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તેને કોણ રોકશે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને