Two much  flights grounded aft  weaponry  threat...

મુંબઈ: દેશમાં રોજેરોજ ફ્લાઈટમાં વધતી બોમ્બની ધમકીઓને કારણે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે, જેમાં આજે વધુ બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા સુરક્ષા પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. દિલ્હીથી બેંગલુરુ જતી અકાસા એર અને મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી. ત્રણ દિવસમાં કુલ 12 ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, પરંતુ કંઈ સંદીગ્ધ નહીં મળતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : Red Signal: ૩ ફ્લાઇટ્સ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવાની ધમકી, Social Media યૂઝર્સે ચિંતામાં

આજે વધુ બે ફ્લાઈટનો સમાવેશ થયો હતો, જેમાં દિલ્હીથી બેંગલુરુ અને રિયાધ-મુંબઈ ફ્લાઈટનો સમાવેશ થાય છે. આજે બપોરે 12.16 વાગ્યાના સુમારે દિલ્હીથી બેંગલુરુ જનારી ફ્લાઈટ (ક્યુપી 1335)ને એક કલાકથી ઓછા સમયગાળા માટે ઈમર્જન્સી ડિક્લેર કરી હતી. એ જ રીતે ઈન્ડિગોની રિયાધ-મુંબઈ ફ્લાઈટને મસ્કત તરફ ડાઈવર્ટ કરી હતી અને તે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. વિમાનને મસ્કતમાં રોકવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી ફ્લાઈટ્સને બોમ્બ હોવાની ધમકીઓ મળતા સુરક્ષાતંત્ર દોડતું થઈ ગયું હતું.

આ પણ વાંચો : બોમ્બની ધમકીઃ અયોધ્યામાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ…

એરલાઇનના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રિયાધથી મુંબઈ જતી ફ્લાઈટ ૬ઈ ૭૪ ને સુરક્ષા સંબંધિત ચેતવણીને કારણે મસ્કત તરફ રીડાયરેક્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટને અલગ કરવામાં આવ્યા પછી તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વિમાનમાં બોમ્બની ધમકી આપનારા પર તવાઈઃ ‘નો ફ્લાઈટ લિસ્ટ’માં નામ ઉમેરાશે

બોર્ડમાં મુસાફરો અને ક્રૂની સંખ્યા અથવા અન્ય વિગતો જાહેર કરી નથી. જોકે, અમારા પ્રવાસીઓ અને ક્રૂની સલામતીની ખાતરી કરવી એ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે. અમે સંબંધિત સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને ઓપરેટિંગ પ્રક્રિયાઓ અનુસરવામાં આવી રહી છે, એમ ઇન્ડિગોએ જણાવ્યું હતું.