Two followers of Chinmoy Krishna Das arrested successful  Bangladesh

ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુ પર સતત વધી રહેલા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હવે સરકારે તેમના બે અનુયાયીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં ભોજન આપવા ગયા હતા ત્યારે કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશ સરકારે ઇસ્કોન અને હિંદુ સમુદાયના સભ્યો દ્વારા ભારે અને સતત વિરોધ કર્યા પછી હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ પ્રભુ દાસ માટે ભોજનની મંજૂરી આપી હતી.

કડક સુરક્ષા હેઠળ વિશેષ સેલમાં રાખવામાં આવ્યા

ચિન્મય કૃષ્ણ દાસ માટે ‘વૈષ્ણવ’ રસોઇયા રસોઇયા દ્વારા તૈયાર કરાયેલ ભોજન પૂરૂ પાડવા માટે મંજૂરી મેળવવામાં આવી છે. આ ઉપરાંત ઈસ્કોનના પૂજારી માટે નવા વાસણોની ખરીદી કરવામાં આવી છે.અહેવાલો મુજબ, ચિન્મય પ્રભુને બપોરે 3 વાગ્યે ભોજન મળ્યું હતું અને તેમને કડક સુરક્ષા હેઠળ વિશેષ સેલમાં રાખવામાં આવ્યા છે.

Also Read – Bangladesh માં હિંદુઓ પરના હુમલાનો પડધો બ્રિટિશ સંસદમાં, કહ્યું ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી

ઇસ્કોન ચિન્મયકૃષ્ણ દાસને સમર્થન આપશે

ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે તે હિન્દુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને સમર્થન આપવાનું ચાલુ રાખશે. X પરની એક પોસ્ટમાં, ઇસ્કોને જણાવ્યું હતું કે, ” ઇસ્કોનએ હિંદુઓ અને તેમના ધર્મસ્થાનોની સુરક્ષા માટે શાંતિપૂર્ણ રીતે આહ્વાન કરવા માટે ચિન્મય કૃષ્ણ દાસના અધિકારો અને સ્વતંત્રતાને સમર્થન આપ્યું છે અને આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને