Budget 2025 Indian Railways Gets ₹2.55 Lakh Crore Allocation – Safety & Infrastructure Focus

નવી દિલ્હી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત સહિત દેશભરમાં ફાળવવામાં આવેલા રેલવે બજેટની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે 23,778 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલી ફાળવણી કરતા 20 ગણા વધારે છે. જ્યારે ગુજરાત માટે 17,155 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?

મહારાષ્ટ્રના 132 રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર માટે 23,778 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ‘અમૃત ભારત યોજના’ હેઠળ રેલ્વે સ્ટેશનોના નવીનીકરણનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ, મહારાષ્ટ્રના 132 રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 2,105 કિલોમીટરના નવા રેલ્વે ટ્રેક બનાવવામાં આવ્યા છે, જે રાજ્યના રેલ્વે નેટવર્કને વધુ મજબૂત બનાવશે.

ગુજરાતમાં 87 નવા સ્ટેશનનું થઈ રહ્યું છે નિર્માણ

ગુજરાતને મળેલા બજેટ વિશે વાત કરતાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગુજરાતમાં 2,700 કિલોમીટરના નવા રેલવે ટ્રેક બન્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 87 નવા સ્ટેશન બની રહ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનને લઈને પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદનામાં મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેનો લાભ મુસાફરોને મળી રહ્યો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 340 કિલોમીટરનું કામ પૂર્ણ

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે તેનું 340 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં અઢી વર્ષ કામ અટકી પડ્યું હતું. હાલમાં સમુદ્રની નીચે ટનલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. નદીઓ પર પુલ પણ બની રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને