election canvass  effect   2024 nda up  successful  up   bihar rajasthan

નવી દિલ્હી: દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોના(By Election Poll Result 2024)ટ્રેન્ડ પણ આવી રહ્યા છે. જેમાં પ્રારંભિક વલણોમાં ઉત્તર પ્રદેશમાં 6 બેઠકો પર ભાજપ આગળ છે. જયારે સમાજવાદી પાર્ટી 3 બેઠકો પર આગળ છે. આજે મીરાપુર, કુંડારકી, સિસામાઉ, કટેહારી, ફુલપુર, માઝવાન, ગાઝિયાબાદ, કરહાલ અને ખેર- નવ બેઠકોના પરિણામો આજે મતગણતરી સમાપ્ત થયા પછી જાહેર કરવામાં આવશે.

બિહાર – રાજસ્થાનમાં ભાજપ આગળ

આ ઉપરાંત બિહારમાં મત ગણતરીના 11 માંથી 8 રાઉન્ડ પૂર્ણ થયા છે જેમાં NDA ગઠબંધન પેટાચૂંટણીના પરિણામના વલણમાં ચારમાંથી ત્રણ વિધાનસભા બેઠકો પર આગળ છે. રાજસ્થાનમાં પરિણામના 22 માંથી 17 રાઉન્ડ પૂર્ણ થયા છે જેમાં ભાજપ સાતમાંથી ચાર બેઠકો જાળવી રાખે તેવી શક્યતા છે.


Also read: UP by predetermination result: ઉત્તર પ્રદેશમાં પણ ભાજપની આગે કુછ, એટલી બેઠકો પર આગળ


વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી જીત તરફ અગ્રેસર

કેરળની વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જંગી બહુમતીથી આગળ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ બે લાખ મતોથી આગળ છે. તેમણે ભાજપના
નવ્યા હરિદાસ અને સીપીઆઈના સત્યન મોકેરીને ખૂબ પાછળ છોડી દીધા છે.

કર્ણાટકની તમામ 3 સીટો પર કોંગ્રેસ આગળ

કર્ણાટકમાં પેટાચૂંટણીમાં થયેલી ત્રણેય બેઠકો પર વર્તમાન ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ આગળ છે અને એનડીએ પાછળ છે. જયારે તમાનન નજર ચન્નાપટના સીટ પર છે કારણ કે આ સીટ પરથી નિખિલ કુમારસ્વામી મેદાનમાં છે. જયારે ચન્નાપટના સીટ પર કોંગ્રેસ 18,000 વોટથી મજબૂત લીડ જાળવી રહી છે. શિગગાંવમાં ભાજપના ઉમેદવાર ભરત બોમાઈ નજીવા 355 મતોથી પાછળ છે. જયારે સંદુરમાં કોંગ્રેસે 11 રાઉન્ડની મતગણતરી બાદ 5,500થી વધુ મતોની લીડ જાળવી રાખી છે.

કેદારનાથ પેટાચૂંટણીમાં ભાજપે લીડ જાળવી રાખી

આ ઉપરાંત ઉત્તરાખંડમાં કેદારનાથ પેટાચૂંટણીમાં 3 રાઉન્ડની મતગણતરી પછી ભાજપે લીડ જાળવી રાખે છે. ત્રણ રાઉન્ડની મતગણતરી બાદ ઉત્તરાખંડની કેદારનાથ પેટાચૂંટણીના પરિણામો ભાજપના ઉમેદવાર આશા નૌટિયાલ 1590 મતોની લીડ છે. ચૂંટણી પંચના આંકડા મુજબ કોંગ્રેસ ત્રણ રાઉન્ડ બાદ પાછળ છે.

પશ્ચિમ બંગાળમાં તમામ 6 બેઠકો પર મમતાનો દબદબો

જયારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં તમામ 6 બેઠકો પર ટીએમસી પ્રારંભિક વલણમાં આગળ છે. પશ્ચિમ બંગાળમાં 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી તે સીતાઈ, મદારીહાટ, નૈહાટી, હરોઆ, મેદિનીપુર અને તાલડાંગરામાં છ બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ આગળ છે જયારે ભાજપ પાછળ છે.


Also read: દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે CM, ભાજપ અધ્યક્ષ તેમને મળવા આવ્યા


વાવ બેઠકની પેટાચૂંટણીના પરિણામના ટ્રેન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ

ગુજરાતની બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીની ગણતરી સવારથી ચાલી રહી છે. તેમજ બપોર બાદ સંપૂર્ણ પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. જેમાં અત્યાર સુધીના પરિણામના ટ્રેન્ડ મુજબ 10 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 12 થી વધુ મતથી આગળ છે. તેમને 45,000 મત મળ્યા છે. જયારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ 10 હજારથી વધુ મત મેળવ્યા છે. જયારે ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરને 31 હજારથી વધુ મત મેળવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને