Video of section  MLA praising main   accused goes viral Mumbai Samachar

ગાંધીનગર: BZ ગ્રૂપનું કોભાંડ (BZ Group Scam) હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં છે. અરવલ્લીનાં BZ ગ્રૂપ પર રૂ.6 હજાર કરોડના કોભાંડના આરોપ છે. ફરિયાદ મુજબ આ કોભાંડનો સુત્રધાર BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhuprendrasinh Zala) છે. એવામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભરપુર વખાણ કરતા જોવા મળે છે.

CIDની ટીમે અરવલ્લીનાં BZ ગ્રૂપના એજન્ટોની અલગ અલગ જગ્યાએ આવેલી ઓફિસો પર એક સાથે દરોડા પાડ્યા હતા, કેટલાક એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપ મુજબ આ કોભાંડ રૂપિયા 6 હજાર કરોડનું છે, જેને રાજ્યનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે.

આ પણ વાંચો…ફરી પકડાયું જીએસટી બોગસ બીલિંગ કૌભાંડઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા

MLAએ ધવલસિંહ ઝાલાના વખાણ કર્યા:
એક વિડીયોમાં બાયડના વિધાનસભ્ય ધવલસિંહ ઝાલા (MLA Dhavalsinh Zala) કહેતા સમભાવ મળે છે કે, ‘એકના બે અને બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે. જેને રૂપિયા ડબલ કરતાં આવડે તે બધું જ કરી શકે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’

અહેવાલો મુજબ, આ વીડિયો BZ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ વખતનો છે. જેમાં ધવલસિંહ ઝાલા BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કરી રહ્યા છે. જો કે આ મામલે ધવલસિંહ ઝાલા તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ફુલેકું ફેરવનારી કંપનીનું માર્કેટિંગ MLA એ કર્યું

6000 કરોડની છેતરપિંડી કરનાર BZ ગ્રુપ અને CEO ભપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ MLA @DhavalsinhZala_ એ કર્યું

એકના બે અને બે ના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહ ને સારું આવડે છે, કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી : ધવલસિંહ… pic.twitter.com/QC1bzI2LnE

— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) November 28, 2024

ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટીસ:
BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ પોલીસની પકડથી હાલ દૂર છે. અહેવાલ મુજબ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. BZ ગ્રૂપના એજન્ટો ગોવા ફરવાની લાલચ આપીને લોકોને ફસાવતા, એજન્ટોને 25 ટકા સુધીનું કમિશન મળતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને