અમદાવાદ: ગત રાત્રે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ(Narendra Modi Stadium, Ahmedabad)માં અદભુત દ્રશ્યો સર્જાયા હતાં. બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગ રૂપે અમદાવાદમાં રેકોર્ડ-બ્રેકિંગ કોન્સર્ટ (Coldplay Concert) કર્યો હતો. આ દરમિયાન સ્ટેડીયમમાં હાજર લાખો ફેન્સને મોટી સરપ્રાઈઝ મળી હતી. કોન્સર્ટ દરમિયાન ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) સરપ્રાઈઝ એન્ટ્રી કરી હતી, બેન્ડના સિંગર ક્રિસ માર્ટિન (Chris Martin) બુમરાહ માટે એક ગીત ગાયું અને સ્ટેડીયમમાં હાજર ક્રિકેટ ચાહકોના હર્ષોલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા.
આ પણ વાંચો : આ છે દેશનો સૌથી મોટો જિલ્લો, એક સમયે અપાયો હતો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો… તમને ખબર છે નામ?
રેકોર્ડ બ્રેક કોન્સર્ટ:
એક અહેવાલ મુજબ ગઈ કાલના કોલ્ડપ્લે કોન્સર્ટમાં 1 લાખ 34 હજાર લોકો હજાર રહ્યા હતાં, આ સાથે એક મોટો રેકોર્ડ સર્જાયો હતો. દર્શકોની સંખ્યાએ આ કોન્સર્ટ આ સદીમાં એશિયામાં યોજાયેલો સૌથી મોટો કાર્યક્રમ બન્યો છે.
બુમરાહ…બુમરાહ….:
ક્રિસ માર્ટિન કોલ્ડપ્લેના એક પછી એક હીટ ગીત ગઈ રહ્યો હતો અને દર્શકો તેના તાલે ઝૂમી રહ્યા હતાં, પરંતુ ત્રીજા સેટ દરમિયાન દર્શકોને સરપ્રાઈઝ મળી. કેમેરા ક્રાઉડ તરફ વળ્યો, ત્યારે અચાનક જસપ્રીત બુમરાહ સ્ક્રિન પર દેખાયો, જેના પછી તરત જ દર્શકોએ જોરથી “બુમરાહ….બુમરાહ…” ની બુમો પાડવા લાગ્યા. આ પછી ક્રિસ માર્ટિને કોલ્ડ પ્લેના ગીતો છોડીને બુમરાહની પ્રશંસામાં એક ગીત ગાયું.
બુમરાહ માટે ક્રિસે આવું ગીત બનાવ્યું:
બુમરાહની પ્રશંસા કરતા ક્રિસ માર્ટિને ગાયું, “જસપ્રીત બુમરાહ, માય બ્યુટીફૂલ બ્રધર. આખા ક્રિકેટ જગતનો શ્રેષ્ઠ બોલર. મને દુઃખ થાય છે જ્યારે તું વિકેટ પછી વિકેટ લઈને ઈંગ્લેન્ડને ટીમને પરાસ્ત કરે છે.”
આ દરમિયાન, શોના આયોજકોએ જસપ્રીત બુમરાહની એક ક્લિપ પણ પ્લે કરી, જેમાં બુમરાહ ઘાતક બોલ ફેંકીને ઈંગ્લેન્ડના બેટ્સમેનોના સ્ટમ્પ ઉખેડી નાખે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો આભાર, કહી આ મોટી વાત
નંબર વન ફાસ્ટ બોલર:
નોંધનીય છે કે જસપ્રીત બુમરાહ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન ફાસ્ટ બોલર છે. દુનિયાના દિગ્ગજ બેટ્સમેન પણ બુમરાહના બોલથી ગભરાય છે. જેને કારણે ક્રિસ માર્ટિન તેનો ફેન છે. ક્રિસ માર્ટિને મુંબઈમાં કોન્સર્ટ દરમિયાન જસપ્રીત બુમરાહને યાદ કર્યો હતો, પરંતુ એ દરમિયાન બુમરાહ સ્ટેડીયમમાં આવ્યો ન હતો.
જસપ્રીત બુમરાહ હાલ ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. તે ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળે તેવી ચાહકોને આશા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને