વડોદરાઃ ગુજરાતના દાહોદના(Dahod)સંજેલી તાલુકામાં પરિણીતાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. જેમાં પોલીસે 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.
સાંકળ વડે બાંધી રોડ પર ઢસડીને ગામમાં ફેરવવામાં આવી હતી
આ ઘટનાની વિગત મુજબ દાહોદના સંજેલી તાલુકામાં પરપુરુષના પ્રેમમાં પડેલી પરિણીતાને અર્ધનગ્ન કરી વરઘાડો કાઢવામાં આવ્યો હતો. પરિણીતાને બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધી રોડ પર ઢસડીને ગામમાં ફેરવવામાં આવી હતી. આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને તેનો વિડિયો પણ વાયરલ થયો હતો.
આપણ વાંચો: દાહોદ જિલ્લામાં મહિલાએ ભોગવવી પડી તાલિબાની સજા, જાણો શું છે મામલો
કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધી હતી
સંજેલી તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ સસરા, દિયર સહિત 15 લોકોના ટોળાએ ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન કરી માર માર્યો હતો. તેમજ બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધીને ગામમાં ફેરવી હતી. જેનો વીડિયો પણ સ્થાનિક સ્તરે વાઇરલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે પીડિતાનો સંપર્ક કરી 11 પુરુષો અને ચાર મહિલા મળી કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધી હતી.
આપણ વાંચો: મંદિરમાં આશરો લેનારી મહિલા સાથે ગૅન્ગ રૅપ બાદ હત્યા: ‘પૂજારી’ સહિત ત્રણની ધરપકડ
જૂના મકાનમાં લાવી અર્ધનગ્ન હાલતમાં બાંધી રાખી હતી
35 વર્ષીય પરિણીતા ત્રણ દિવસ પહેલા પ્રેમીના ઘરે હતી ત્યારે સસરા, દીયર સહિત 15 વ્યક્તિના ટોળાએ ત્યાં આવી તેને ઘરમાંથી ખેંચીને બહાર કાઢીને ફટકારી હતી. આટલું જ નહીં અર્ધનગ્ન કરીને બાઈકરના કેરિયર પાછળ સાંકળ વડે બાંધી સમગ્ર ગામમાં ફેરવી હતી. જે બાદ તેને સાસરીના જૂના મકાનમાં લાવી અર્ધનગ્ન હાલતમાં બાંધી રાખી હતી
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને