મુંબઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં જ માનવીય સંવેદનશીલતા અને નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફરી એકવાર તેઓ ઘાયલ માનવીની મદદથી દોડી આવ્યા હતા અને લોકોને તેમની કરુણા અને ભલાઈનો પરિચય આપ્યો હતો, જેને કારણે સોશિયલ મીડિયા પર તેમની ઘણી જ પ્રસંશા કરવામાં આવી રહી છે.
જ્યારે એકનાથે મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓ હંમેશા કહેતા કે આ સામાન્ય લોકોની સરકાર છે અને સામાન્ય લોકોને હંમેશા મદદ કરવા તત્પર છે. તેઓ હંમેશા પોતાને CM એટલે કે કોમન મેન તરીકે ઓળખાવતા હતા. એકનાથ શિંદે માત્ર વાતો જ નહોતા કરતા, પરંતુ તેનું આચરણ પણ કરી જાણે છે. તેઓ લોકોને મદદ કરવાની પણ ભાવના પણ રાખે છે. તેઓ કેટલા સંવેદનશીલ છે એ રાજ્યના નાગરિકોએ ઘણી વાર જોયું છે અને અનુભવ્યું પણ છે. હવે તેમણે નાયબ મુખ્યપ્રધાનનો ચાર્જ સંભાળ્યો છે. તેવામાં તેઓ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિની મદદ માટે તુરંત પહોંચી ગયા હતા.
મળતી માહિતી મુજબ પ્રજાસત્તાક દિન નિમિત્તે થાણેમાં ધ્વજ વંદન કાર્યક્રમ અને શોભા યાત્રા બાદ નાયબ મુખ્યપ્રધાન શિંદે મુંબઈ આવવા માટે નીકળ્યા હતા. તેઓ બાન્દ્રા-વરલી સી લિંકના બીજા વિભાગનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા હતા. તેમનો કાફલો ઇસ્ટર્ન એક્સપ્રેસ વે પાસે ઘાટકોપર નજીક હતો, ત્યારે તેમણે રસ્તા પર એક ટુવ્હિલરનો અકસ્માત જોયો જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી. એકનાથે તુરંત પોતાની ગાડીને થોભાવીને બહાર ઉતાર્યા હતા અને આ ઘાયલ યુવકની મદદમાં જોડાયા હતા. તેમણે ઘાયલ યુવાનની મદદ માટે તુરંત સૂચનાઓ આપી હતી અને તેને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં સહાય કરી હતી.
આ પણ વાંચો…26મી જાન્યુઆરી નિમિત્તે સરકારે મુંબઈગરાઓને આપી ‘મોટી’ ભેટ, જાણો શું છે?
શિંદે જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે હંમેશા કહેતા કે તેઓ મુખ્ય પ્રધાન નહીં પણ ‘કોમનમેન’ છે અર્થાત તેઓ સામાન્ય જનોના હિતોની રક્ષા કરનારા છે. પોતાના કાર્ય દ્વારા તેમણે એ વારંવાર દર્શાવ્યું છે કે તેઓ સામાન્ય માણસોના હિત માટે સમર્પિત છે. હવે તેઓ ડેપ્યુટી સીએમ છે ત્યારે તેઓ પોતાને DCM ડે. સીએમ (ડેડીકેટેડ ટુ કોમન) તરીકે ઓળખાવે છે.
શિંદેના કાર્યાલય દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામા આવ્યો છે. પોતાના આવા કાર્ય દ્વારા તેમણે દર્શાવ્યું છે કે તેઓ ખરેખર સામાન્ય માણસના હિત માટે સમર્પિત છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને