Congress did not triumph   azygous  spot   Delhi Assembly elections made this large  claim

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં(Delhi)એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસે મોટો દાવો કર્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ પરિણામો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર જનમત સંગ્રહ સિવાય બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે વર્ષ 2015 અને વર્ષ 2020 માં જ્યારે પ્રધાન મંત્રીની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. ત્યારે પણ આપએ દિલ્હીમાં નિર્ણાયક જીત મેળવી હતી.

આ પણ વાંચો: દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની થઈ જીત, રમેશ બિધૂડીને આપી હાર

દિલ્હીમાં વર્ષ 2030માં કોંગ્રેસ સરકાર બનાવશે

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસને આ ચૂંટણીમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી. જોકે, પાર્ટીએ પોતાનો મત હિસ્સો વધાર્યો છે. કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ઉત્તમ રહ્યો. પાર્ટી ભલે વિધાનસભા જીતી ન શકી હોય, પરંતુ દિલ્હીમાં તેની મજબૂત હાજરી છે. જે લાખો કોંગ્રેસ કાર્યકરોના સતત પ્રયાસોથી વધુ મજબૂત બનશે. વર્ષ 2030 માં દિલ્હીમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે.

વિવિધ કૌભાંડોને ઉજાગર કરવામાં કોંગ્રેસની મુખ્ય ભૂમિકા

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, દિલ્હી ચૂંટણી પરિણામો પ્રધાન મંત્રીની નીતિઓ પર મંજૂરીની મહોર નથી. પરંતુ આ જનાદેશ અરવિંદ કેજરીવાલના કપટ, છેતરપિંડી અને અતિશયોક્તિપૂર્ણ દાવાઓની રાજનીતિને નકારી કાઢે છે. અરવિંદ કેજરીવાલના શાસન દરમિયાન થયેલા વિવિધ કૌભાંડોને ઉજાગર કરવામાં કોંગ્રેસ પાર્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દિલ્હીના લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, આ વખતે દિલ્હીના લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. દિલ્હી વાસીઓ આપ સરકારની કાર્યશૈલીથી કંટાળી ગયા હતા. આમ આદમી પાર્ટી ના કન્વીનર અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી મતવિસ્તારમાં ભાજપના પરવેશ વર્માએ 4,089 મતોના માર્જિનથી હરાવ્યા છે. જે શાસક પક્ષ માટે મોટો ફટકો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને