23 absconding accused arrested

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી-૨૦૨૪ માટે મુંબઈ શહેર અને મુંબઈ પરાં વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન થયા બાદ હવે ૨૩મી નવેમ્બરના શનિવારે થનારી મતગણતરી સરળતાથી પાર પડે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુંબઈ શહેરમાં ૫૨.૬૫ ટકા તથા મુંબઈ પરાં વિસ્તારમાં 56.39 ટકા મતદાન થયું હતું. મુંબઈમાં ભાંડુપ (62 ટકાથી)માં સૌથી વધુ અને કોલાબા (44.4 ટકા)માં સૌથી ઓછું મતદાન થયું હતું. મુંબઈના કુલ 1,02,29,708 મતદારમાંથી 56,73,812 મતદારે મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી.

આ પણ વાંચો : Election Special: મહારાષ્ટ્રની ‘વોટિંગ પેટર્ન’ના સંકેત જાણો, 29 વર્ષનો વિક્રમ તૂટ્યો…

સવારે આઠ વાગ્યાથી આરંભ થશે મતગણતરી
મતદાન પૂર્ણ થયા બાદ હવે ૨૩મી નવેમ્બરના શનિવારના મતગણતરીની તૈયારીઓ થઇ રહી છે ત્યારે મુંબઈના ૩૬ મતવિસ્તાર માટે કુલ ૩૬ કેન્દ્ર પર મતગણતરી થશે. સવારે આઠ વાગ્યાથી શરૂ થનારી મતગણતરીની પ્રક્રિયામાં અંદાજે ૨,૭૦૦થી વધુ કર્મચારીઓ જોડાશે. ૧૦,૦૦૦ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરિણામ જાહેર કરાશે. મતગણતરી માટે શુક્રવારે પણ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.

25 લાખમાંથી 13.39 લાખ મતદારે કર્યું મતદાન

મુંબઈ શહેરના ૧૦ મતવિસ્તારમાં કુલ ૨૫,૪૩,૬૧૦ મતદાર હતા જેમાંથી ૧૩,૩૯,૨૯૯ મતદારે મતદાન કર્યું હતું જેમાં ૧૩,૬૫,૯૦૪ પુરુષમાંથી ૭,૧૦,૧૭૪ પુરુષ મતદારે મતદાન કર્યું હતું જ્યારે ૧૧,૭૭,૪૬૨ મહિલામાંથી ૬,૨૯,૦૪૯ મહિલાએ મતદાન કર્યું હતું.

વાત કરીએ પરાં વિસ્તારની તો ૨૬ મતવિસ્તારના ૭૬,૮૬,૦૯૮ મતદારમાંથી ૪૩,૩૪,૫૧૩ મતદારે પોતાની ફરજ બજાવી હતી, જેમાં ૪૧,૦૧,૪૫૭ પુરુષમાંથી ૨૩,૦૦,૫૮૯ પુરુષે અને ૩૫,૮૩,૮૦૩ મહિલામાંથી ૨૦,૩૩,૬૫૪ મહિલાએ મતદાન કર્યું હતું.

આ પણ વાંચો : 2019ના એક્ઝિટ પૉલ્સનો શું હતો અંદાજ અને શું થયું? શનિવારનું પરિણામ અંતિમ કે…

સૌથી પહેલા પોસ્ટ દ્વારા કરેલ મતદાનની ગણતરી

મતગણતરી દરમિયાન શરૂઆતમાં પોસ્ટ દ્વારા કરાયેલા મતદાનની ગણતરી થશે ત્યાર બાદ ઇવીએમ (EVM)ના મતની ગણતરી કરાશે. પ્રત્યક્ષ મતગણતરી માટે ચૂંટણી નિર્ણય અધિકારી, સુપરવાઇઝર, મતગણતરી સહાયક, નિરીક્ષક, સહાયક કર્મચારી વગેરે કર્મચારીઓની નિમણૂક કરાઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને