છત્રપતિ સંભાજીનગર: રાજ્યમાં મહાયુતિના વિજય વચ્ચે અસદુદ્દીન ઓવૈસીના ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)નો નબળો દેખાવ રહ્યો હતો. મુસ્લિમોએ ફરી એકવાર ઓવૈસીના સપનાં પર પાણી ફેરવી દીધું હોવાનું જણાવ્યું હતું. ઓવૈસીના પક્ષને રાજ્યમાં એક ટકા મત પણ મળ્યા નથી.

આ પણ વાંચો : Maharashtra Election Result: 25 નવેમ્બરે મહાયુતિ સરકાર શપથ લેશે?

ચૂંટણીમાં એઆઇએમઆઇએમ દ્વારા દલિત અને મુસ્લિમોને એક કરવાની રણનીતિ અપનાવી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. છેલ્લી બે ચૂંટણીમાં પણ પક્ષે બે-બે બેઠક પર વિજય મેળવ્યો હતો. મુખ્ય ફોક્સ મુસ્લિમ વસતીઓ ધરાવતી બેઠકો પર હતો, પરંતુ પાછળથી દલિત સંગઠનો અને મુસ્લિમોને એક કરી મત મેળવવાની નીતિ અપનાવવામાં આવી હતી.

૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં ઓવૌસીએ ૪૪ બેઠક પર પોતાના ઉમેદવાર ઊતાર્યા હતા, પરંતુ ફક્ત ૦.૯૧ ટકા મત મેળવ્યા હતા અને ઔરંગાબાદ મધ્ય તથા માલેગાંવ મધ્યમાં વિજય મેળવ્યો હતો. આ વખતે એઆઇએમઆઇએમ દ્વારા આક્રમક ભાષણો કરવામાં આવ્યા હતા જેને કારણે મહાવિકાસ આઘાડી માટે સમસ્યા ઊભી થઇ હતી. આ ભાષણોનું નુકસાન એમવીએને ભોગવવું પડ્યું હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઓવૈસીએ બાવીસ બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પરંતુ ફક્ત બે બેઠક પર વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો : વસઈ-વિરારમાં ઠાકુર યુગનો અંત?

આ વખતે ઔરંગાબાદ પૂર્વની બેઠક પર લોકસભાના ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલે ભાજપના નેતા અતુલ સાવે સામે વિજય મેળવ્યો હતો જ્યારે ઔરંગાબાદ મધ્યમાં નઝરુદ્દીન સિદ્ધિકીએ શિવસેના પ્રદીપ જયસ્વાલને માત આપી હતી. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે, પરંતુ લોકસભા અને વિધાનસભાની બેઠક તરીકે ઔરંગાબાદ નામ જ યથાવત્ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને