મુંબઈ: દાદર- માહિમ વિધાનસભા મતવિસ્તારમાં ત્રિકોણીય સ્પર્ધા પર સૌની નજર હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે આ મતવિસ્તારમાંથી પહેલી વાર ચૂંટણી લડ્યા છે. તેમની સામે શિવસેનાના મહેશ સાવંત (ઉદ્ધવ ઠાકરે) અને શિવસેનાના વર્તમાન વિધાનસભ્ય સદા સરવણકર (એકનાથ શિંદે) હતા. તેઓ આ પડકાર ઝીલી ન શક્યા. પોતાના રહેણાંકના આ મતવિસ્તારમાં તેમનો કારમો પરાજય થયો છે.
આ પણ વાંચો : Election Result: આદિત્યની જીત માટે ‘કાકા’ જવાબદાર, અમિતની હાર માટે ‘કાકા’ જવાબદાર…
અમિત ઠાકરેએ શિક્ષણ, આરોગ્ય, રમતગમત, પાણી, જૂની ચાલી અને ઇમારતોના પુનર્વિકાસ, છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક ધૂળ મુક્ત કરવો વગેરે સમસ્યાઓનું નિરાકરણ લાવવા વગેરે મુદ્દાઓ પર ભાર મૂક્યો હોવા છતાં અમિત ઠાકરેનો જાદુ ચાલ્યો નહીં. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેના શિષ્ય મહેશ સાવંતની જીત થતા મહારથી સાબિત થયા છે.
અમિતે પોતાના જાહેરનામામાં યુવાનો માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવા, શાળા-કોલેજોમાં કાયમી કાઉન્સેલરોની નિમણૂક, ખાનગી નોકરીઓમાં સ્થાનિક યુવાનોને અનામત આપવા, સિનિયર સિટિઝન વેલ્ફેર સ્કીમ, આરોગ્ય, સાંસ્કૃતિક વગેરે કાર્યો કરવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો : Maharashtra Election Result: 25 નવેમ્બરે મહાયુતિ સરકાર શપથ લેશે?
વળી રાજ ઠાકરેના પુત્ર તરીકે લોકોને તેમના પ્રત્યે અલગ જ સહાનુભૂતિ હતી. પરિણામે સદા સર્વણકર સામે મજબૂત મુકાબલો થશે તેવી આશા હતી. જોકે ચૂંટણી પંચની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ અમિત ઠાકરે ત્રીજા નંબર પર છે. સ્થાનિક મુદ્દાઓને વાચા આપવાના વચન આપવા છતાં પ્રજાએ અમિત ઠાકરેની તરફેણ નથી કરી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને