Sharad Pawar NCP representation by concern contiguous

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 મહાયુતિએ જોરદાર પ્રદર્શન કર્યુ, જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના સૂપડાં સાફ થઈ ગયા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાણક્ય કહેવાતા શરદ પવારની પાર્ટીને આ વખતે ચૂંટણીમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. શરદ પવારની એનસીપીએ માત્ર 10 સીટ જીતી છે.

વર્ષ 2019માં શરદ પવારની અવિભાજિત એનસીપીએ 54 સીટ જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તેનો વોટ શેર પણ 17 ટકા હતો. અજિત પવાર જ્યારથી પાર્ટીથી અલગ થયા ત્યારથી શરદ પવારની રાજકીય કરિયર પર ગ્રહણ લાગ્યું છે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત; 20 નવેમ્બરે મતદાન

શરદ પવાર જૂથના આ નેતાઓને જીત મળી

  1. મુંબ્રા વિધાનસભા બેઠક: NCP શરદ પવારના જિતેન્દ્ર સતીષ જીત્યા. તેમણે અજીત જૂથના નજીબ મુલ્લાને 96 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
  2. વડગાંવ શેરી વિધાનસભા બેઠક: NCP શરદ પવારના બાપુસાહેબ તુકારામ પઠારે અહીંથી જીત્યા. તેમણે એનસીપીના સુનિલ વિજય ટીંગડે ને 4710થી હરાવ્યા હતા.
  3. કર્જત જામખેડ વિધાનસભા બેઠક: એનસીપીના રોહિત પવાર જીત્યા છે. તેમણે બીજેપીના પ્રોફેસર રામશંકર શિંદેને 1243 વોટથી હરાવ્યા છે.
  4. બીડ વિધાનસભા બેઠકઃ સંદીપ રવિન્દ્ર ક્ષીરસાગર જીત્યા છે. તેમણે એનસીપી (અજિત પવાર)ના ક્ષીરસાગર યોગેશને 5324 મતોની સરસાઈથી હરાવ્યા છે.
  5. કરમાલા વિધાનસભા બેઠક: શરદ જૂથના નારાયણ ગોવિંદરાવ પાટીલ જીત્યા. આ સીટ પર અપક્ષ ઉમેદવાર શિંદે સંજયમામા વિઠ્ઠલરાવ બીજા ક્રમે રહ્યા હતા. તે જ સમયે, એકનાથ શિંદે જૂથના દિગ્વિજય દિગંબારાવ બાગલ ત્રીજા સ્થાને રહ્યા.
  6. માઢા વિધાનસભા બેઠક: શરદ જૂથના અભિજિત ધનંજય પાટીલ જીત્યા જ્યારે, અપક્ષ ઉમેદવાર રણજીત બબનરાવ શિંદે જીત્યા. અજીત જૂથના મીનલતાઈ દાદાસાહેબ સાઠે ત્રીજા સ્થાને રહ્યા, જેમાં જીત અને હારનો તફાવત 1 લાખ 20 હજારથી વધુ હતો.
  7. મોહોલ વિધાનસભા બેઠક: આ બેઠક પર શરદ જૂથના ખારે રાજુ જ્ઞાનુ જીત્યા. તેમણે અજીત જૂથના યશવંત વિઠ્ઠલને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
  8. માલશિરસ વિધાનસભા બેઠક: શરદ પવાર જૂથના ઉત્તમરાવ શિવદાસ જાનકર જીત્યા. તેમણે ભાજપના રામ વિઠ્ઠલને 13 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
  9. ઈસ્લામપુર વિધાનસભા બેઠક: શરદ પવારની NCP તરફથી જયંત રાજારામ પાટીલ જીત્યા. NCP અજીત જૂથના નેતા નિશિકાંત પ્રકાશ ભોસલે પાટીલને 13 હજારના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
  10. તાસગાંવ વિધાનસભા બેઠક: શરદ જૂથના રોહિત સુમન પાટીલ જીત્યા છે. તેમણે અજીત જૂથના સંજયકાકા પાટીલને 27 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.

આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને હાંકી કાઢ્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને