Gujarat માં ઠંડી ક્યારથી ભૂક્કા બોલાવશે? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી…

2 hours ago 1
Ambalal Patel Forecast

Ambalal Patel Forecast: ગુજરાતમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ઠંડીની શરૂઆત નથી થઈ. માત્ર વહેલી સવારે અને રાત્રિના સમયે થોડો ઠંડીનો ચમકારો જોવા મળે છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે. અંબાલાલ મુજબ, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. આ મહિનાના અંતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેથી લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાશે.

આ પણ વાંચો : ઠંડીનાં ધીમા આગમન સાથે કચ્છમાં તિબેટીયન નિર્વાશ્રીતો દ્વારા ગરમ વસ્ત્રોનાં હાટ શરૂ

17 થી 20 નવેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચે શકે તેવી શકયતા છે. ડિસેમ્બર મહિનાની શરુઆતથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે.

22, 23 નવેમ્બરમાં દિલ્હી , હિમાચલ , હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું અને બરફ વર્ષાની આગાહી છે. આ અસર ગુજરાતમાં પણ દેખાશે અને ગુજરાતના વાતાવરણ પલટાની શક્યતા છે. 22 થી 24 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 25 નવેમ્બર મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટવાની શકયતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. 29 નવેમ્બર પછી ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડીગ્રી રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો : સ્વેટર -ધાબળા તૈયાર રાખજો ! ગુજરાતમાં ઠંડી અંગે Ambalal Patelએ કરી આ આગાહી

ડિસેમ્બરમાં કેવી પડશે ઠંડી

ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડવા લાગશે. જેમાં 27 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 8 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article