Govt invites applications for caller   superior   schools successful  Gujarat, playground mandatory

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2025-26માં નવી ખાનગી નોન ગ્રાન્ટેડ સ્કૂલો શરૂ કરવા કે પ્રાથમિક શાળાઓમાં ક્રમિક વર્ગ વધારા માટેની અરજીઓ મંગાવવાનું શરૂ કરાયું છે. સંસ્થાઓને 21મીથી 30મી નવેમ્બર વચ્ચે ઓનલાઇન અરજી કરવા સૂચના અપાઈ છે. નવી સ્કૂલો માટે શહેરી વિસ્તારમાં 800 ચો.મી. અને ગ્રામ્ય વિસ્તારમાં 1200 ચો.મી. રમતનું મેદાન ફરજિયાત કરવામાં આવ્યું છે. સંસ્થાએ અલગ અલગ એકમદીઠ અલગ-અલગ ફી ભરવાની રહેશે.

ધો 6થી 8ની પ્રાથમિક સ્કૂલ અલગ અલગ એકમ ગણાશે

આગામી જુન 2025થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે નવી નોન ગ્રાન્ટેડ એટલે કે ખાનગી પ્રાથમિક સ્કૂલની અરજી પ્રક્રિયા 21મી નવેમ્બરથી શરૂ થશે અને સંસ્થાઓ-ટ્રસ્ટો 30મી નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ધોરણ 1થી 5ની સ્કૂલ માટે અને ધોરણ 6થી 8ની સ્કૂલ માટે અલગ-અલગ અરજી ગણાશે એટલે કે ધોરણ 1થી 5ની પ્રાથણિક સ્કૂલ એન ધો 6થી 8ની પ્રાથમિક સ્કૂલ અલગ અલગ એકમ કે વિભાગ ગણાશે.

Also Read – Gujarat માં મહારાષ્ટ્ર ચૂંટણી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના અટકળો તેજ

દરખાસ્ત સાથેની પ્રોસેસિંગ ફી નોન રિફંડેબલ રહેશે

જો બંને વિભાગ માટે સંસ્થા-ટ્રસ્ટ અરજી કરશે તો અલગ-અલગ અરજી કરી વિભાગ દીઠ રૂપિયા 25 હજાર ફી ભરવાની રહેશે. જ્યારે ધોરણ 1થી 5ની હયાત ખાનગી પ્રાથમિક સ્કૂલે ધોરણ 6 અથવા 6, 7 અથવા 6, 7 અને 8 શરૂ કરવા માટે રૂપિયા 25 હજાર ભરવાની રહેશે. તેમજ વધારાના-ક્રમિક વર્ગો ખોલવાની અરજી સાથે દરેક વર્ગ દીઠ પાંચ હજાર રૂપિયા ફી ભરવાની રહેશે. દરખાસ્ત સાથેની પ્રોસેસિંગ ફી નોન રિફંડેબલ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને