Gujarat માં બોગસ બિલિંગ અટકાવવાનો પ્રયાસ, ત્રણ વર્ષ જુના GST રીટર્ન ફાઇલ નહિ કરી શકાય

2 hours ago 1
In an effort  to curb bogus billing successful  Gujarat, three-year-old GST returns cannot beryllium  filed

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી વિભાગે ત્રણ વર્ષ અથવા તેના કરતા વધુ જુના રીટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા કિસ્સામાં હવેથી રીટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તેનું અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યુ છે. તેના કારણે વેપારીઓ હવેથી ત્રણ વર્ષ જુના જીએસટી રીટર્ન ફાઇલ નહિ કરી શકે.

ત્રણ વર્ષ કે વધુ જુના રીટર્ન ફાઇલની સુવિધા બંધ

જીએસટી રીટર્ન ફાઇલ કરવામાં કેટલીક વખત વેપારીઓ જીએસટી વિભાગ દ્વારા જીએસટી નંબર રદ કરવાની નોટીસ આપે ત્યારે બાકી રહેલા જીએસટી રીટર્ન એકસાથે ફાઇલ કરી દેતા હોય છે. સાથે સાથે બોગસ બિલીંગ કરનારા મોટાભાગે જીએસટી રીટર્ન ફાઇલ કરતા નથી. આ કારણોસર જીએસટી વિભાગે ત્રણ વર્ષ અથવા તેના કરતા વધુ જુના રીટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા રીટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દીધી છે.

બોગસ બિલીંગ સામે ગાળીયો કસવા માટે કાર્યવાહી

જોકે જીએસટી વિભાગે તો હવેથી બે રીટર્ન ફાઇલ નહીં કરનાર વેપારી ઇ વેબિલ જ બનાવી નહીં શકે તે પ્રમાણેનુ અમલીકરણ કરી તો દીધુ જ છે. જ્યારે સતત ત્રણ અથવા તેના કરતા વધુ જીએસટી રીટર્ન ફાઇલ નહીં કરનારનો જીએસટી નંબર રદ કરી દેવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ તમામ પ્રયાસો કરવા પાછળનુ કારણ એવુ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી બોગસ બિલીંગના દુષણને અટકાવી શકાતી નથી. તેના લીધે સમયાંતરે આ પ્રકારના નિર્ણય કરીને બોગસ બિલીંગ કરનારાઓ સામે ગાળીયો કસવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

દર વર્ષના રીટર્ન ઓટોમેટીક ડીલીટ થઇ જશે

1લી જુલાઇ 2017થી જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધી વેપારીઓએ ફાઇલ કરેલા તમામ જીએસટી રીટર્ન પોર્ટલ પરથી મળી રહેતા હતા. પણ હવેથી દર વર્ષના રીટર્ન ઓટોમેટીક ડીલીટ થઇ જશે. કારણ કે સાત વર્ષ જુના રીટર્ન પોર્ટલ પર મળી નહીં શકવાના કારણે વેપારીઓએ તે રીટર્ન ફરજીયાત ડાઉનલોડ કરીને રાખવા પડશે.

Also Read –

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article