અમદાવાદઃ ગુજરાતની(Gujarat) બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બનેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિમાણ જાહેર થશે. જેમાં ત્રિપાંખિયો જંગની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ છે. તો અપક્ષના માવજી પટેલ જીત સાથે અલગ સરપ્રાઈઝ આપવા માંગે છે. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. કુલ 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલમાંથી કોણ મેદાન મારશે તેની પર સૌની નજર છે.
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતની આશા વ્યક્ત કરી
વાવ બેઠક અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી છે. ગેનીબેન ઠાકોર બે ટર્મ સુધી ચૂંટાયા હતા. અને તેઓ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.કોંગ્રેસને એટલે જ ભરપૂર અપેક્ષા છે કે વાવની જનતા ફરી કોંગ્રેસના જ ઉમેદવારને તક આપશે. 13 નવેમ્બરે થયેલા મતદાનમાં લોકોએ કોંગ્રેસને જ પસંદ કર્યા છે.
આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ
અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 13મી નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે મુખ્ય જંગ છે. ત્યારે આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ મંડાઈ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને