.England 1659 successful  20 overs successful  2nd  T20 IMAGE BY INDIA TODAY

રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ T20I મેચની ત્રીજી મેચ ગઈ કાલે મંગળવારે સાંજે રાજકોટમાં (IND VS ENG 3rd T20I, Rajkot) રમાઈ હતી. ભારતીય ટીમના ચાહકોને આશા હતી કે, આ મેચ જીતીને ટીમ સિરીઝ પર કબજો જમાવી લેશે, પરંતુ સુર્યા એન્ડ કંપનીએ ચાહકોને નિરાશ કર્યા. ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી હાર આપી, જેને કારણે સિરીઝ વધુ રસપ્રદ બની છે.

રાજકોટમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 171 રન બનાવ્યા, વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી, રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડની જીત અને ભારતની હાર પાછળ કેટલાક મહત્વપૂર્ણ કારણો જવાબદાર રહ્યા.

ઇંગ્લેન્ડના ટેઇલ-એન્ડર્સે રન બનાવ્યા:
પ્રથમ બેટિંગ કરવા ઉતારેલી ઇંગ્લેન્ડનું ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યું, 127 રન પર 8 વિકેટ પડી ગઈ હતી. પરંતુ આ પછી ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટ પર 171 રન બનાવ્યા. લિયામ લિવિંગસ્ટને રવિ બિશ્નોઈની 17મી ઓવરમાં 19 રન ફટકાર્યા. જે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો, જો રવિ બિશ્નોઈને બદલે કેપ્ટન સૂર્યાએ ડેથ ઓવરોમાં હાર્દિક અથવા શમીને બોલિંગ આપી હોત, લિવિંગસ્ટોન કદાચ આટલા રન ન બનાવી શક્યો હોત.

ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ફ્લોપ:
ગઈ કાલની મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ફ્લોપ રહ્યા. સંજુ સેમસને માત્ર 3 રન બનાવ્યા, આ સિરીઝમાં તે ત્રીજી વખત જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થયો. અભિષેક શર્મા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ તે ઝડપી રન બનાવવાના પ્રયાસમાં બ્રાયડન કાર્સેના બોલ પર આઉટ થયો, અભિષેકે 24 રન બનાવ્યા.

Also read: ભારત ત્રીજી ટી-20માં લડત આપીને હાર્યું, બ્રિટિશ ટીમને ફાસ્ટ બોલર્સે અપાવ્યો વિજય

સૂર્યા ફરી ફ્લોપ:
સિરીઝની પહેલી બે મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 0 અને 12 રન બનાવ્યા હતાં. આશા હતી કે રાજકોટમાં તે મોટી ઇનિંગ રમશે. રાજકોટમાં સૂર્યા સારા ફોર્મમાં રમી રહ્યો હતો, પરંતુ તે ફરીથી તેનો ટ્રેડમાર્ક શોટ રમવા જતા માર્ક વુડના બોલ પર આઉટ થયો, તે 14 રન બનાવીને આઉટ થયો.

હાર્દિકની ધીમી બેટિંગ:
હાર્દિક પંડ્યાએ રાજકોટ ટી20 માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ બનાવ્યા. પરંતુ તેણે ખુબ ધીમી બેટિંગ કરી. હાર્દિકે 35 બોલમાં 40 રન બનાવ્યા. તે 19મી ઓવરમાં ઓવરટનના બોલ પર બટલરના હાથે તેનો કેચ આઉટ થયો. 40 રનની ઇનિંગમાં તેણે 1 ચોગ્ગો અને 2 છગ્ગા ફટકાર્યા, જે તેની નેચરલ ગેમ નથી.

લોઅર ઓર્ડર ટકી ન શક્યું:
ઇંગ્લેન્ડના ટેલ એન્ડર્સ પીચ પર ટકી રહ્યા હતાં, જયારે ટીમ ઈન્ડિયાનો લોઅર ઓર્ડર ફ્લોપ રહ્યો. ભારતની બેટિંગ લાઇનઅપ 8મા નંબર સુધી હતી. ધ્રુવ જુરેલ આઠમા નંબરે બેટિંગ કરવા આવ્યો અને ફક્ત 2 રન બનાવી શક્યો. જ્યારે વોશિંગ્ટન સુંદર (6) અને અક્ષર પટેલ (15) પણ જલ્દી આઉટ થઇ ગયા. ભારતીય ટીમની વિકેટો સતત પડતી રહી, જેના કારણે કોઈ મોટી પાર્ટનરશીપ થઈ શકી નહીં, જે ભારતીય ટીમની હારનું કારણ બની.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને