IND vs NZ 1st Test Indian squad  each  retired  connected  46 tally  people     lowest successful  india

બેંગલુરુ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ(IND vs NZ)ની પ્રથમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, પહેલા દિવસે સતત વરસાદના કારણે આ રમત રદ કરવામાં આવી હતી, ત્યારે બીજા દિવસ મેચ શરુ થતા જ ભારતીય ટીમના બેટ્સમેનનો ધબડકો જોવા મળ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતારેલી ભારતીય ટીમ માત્ર 46 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ.

વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ખાતું પણ ન ખોલાવી શક્યા. રિષભ પંત 20 રન બનાવીને આઉટ થયો, યશસ્વી જયસ્વાલ 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિતે માત્ર 2 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવ 2 રન બનાવી શક્યો હતો. સિરાજે 4 રન બનાવ્યા.

ન્યુઝીલેન્ડ તરફથી શાનદાર બોલિંગ કરવામાં આવી હતી, મેટ હેનરીએ 5, વિલિયમ ઓ’રોર્કે 4 અને ટિમ સાઉથીએ એક વિકેટ ઝડપી હતી. હેનરીએ 13.3 ઓવરમાં 15 રન આપીને 5 વિકેટ લીધી હતી, તેણે 3 મેડન ઓવર લીધી. ઓ’રોર્કે 12 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સાઉદીને 1 વિકેટ મળી હતી.

46 રન એ ભારતમાં ટેસ્ટમાં કોઈપણ ટીમે બનાવેલી સૌથી ઓછો સ્કોર છે. ન્યુઝીલેન્ડ 2021માં વાનખેડે ખાતે 62 રનમાં આઉટ થઈ ગઈ હતી, આજે ભારતે એનાથી પણ ઓછા રન નોંધાવ્યા છે. ઘરઆંગણે ભારતનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. 1987માં ભારતે દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 75 રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડ સામે ભારતનો સૌથી ખરાબ સ્કોર છે. આ પહેલા 1976માં વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ 81 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2020માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 36 રને આઉટ થઈ ગઈ હતી.

1974માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

46 રન ટેસ્ટ ક્રિકેટમાં એકંદરે 10મો સૌથી ઓછો સ્કોર છે.

Also Read –