મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ (IND vs NZ 3rd Test)આજે શુક્રવારથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડની અગાઉના બેન્ને મેચ જીતીને સિરીઝ 2-0થી જીતી લીધી છે. જો ભારતીય ટીમ વાનખેડે ટેસ્ટ પણ હારી જશે, તો વર્ષ 2000 પછી ભારતમાં ટેસ્ટ શ્રેણીમાં તેની પ્રથમ ક્લીન સ્વીપ હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પણ ભારત માટે આ ટેસ્ટ મેચ જીતવી મહત્વપૂર્ણ છે.
ન્યુઝીલેન્ડના ટોમ લાથમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડની ટીમમાં મિશેલ સેન્ટનરને બદલે ઇશ સોઢીને તક મળી હતી. ટિમ સાઉથીની જગ્યાએ હેનરીને તક મળી.
રોહિત શર્માએ કહ્યું કે કે જસપ્રીત બુમરાહની તબિયત ખરાબ હોવાથી તેને બહાર રાખવામાં આવ્યો છે. ભારત પાસે હજુ ત્રણ સ્પિનર અને બે પેસર છે.
ભારતની પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (સી), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (ડબ્લ્યુ), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટમાં), ગ્લેન ફિલિપ્સ, ઈશ સોઢી, મેટ હેનરી, એજાઝ પટેલ, વિલિયમ ઓ’રર્કે.
વાનખેડેની પીચ શરૂઆતમાં ફાસ્ટ બોલરો માટે દદગાર સાબિત થઈ શકે છે. બીજા દિવસે સ્પિન બોલરોને મદદ મળવા લાગી શકે છે.
આ પણ વાંચો…..IPL: આ 5 ટીમના કેપ્ટન થયા રિલીઝ, વિરાટ સૌથી મોંઘો ભારતીય
પુણે ટેસ્ટમાં ભારતના સિનિયર બેટ્સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા, પરંતુ એ પહેલા સરફરાઝ ખાને બેંગલુરુ ટેસ્ટમાં 150 રનની ઈનિંગ રમી શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુંબઈ ટેસ્ટ મેચમાં તમામની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે, જેઓ ઘણા સમયથી લાંબી ઇનિંગ્સ નથી રમી શક્યા.
આ મેચમાં ઘણા રેકોર્ડ પણ તૂટી શકે છે. 9 બેટ્સમેનોને આઉટ કરીને આર અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ના ઈતિહાસમાં 200 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બની જશે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો ભારતીય રેકોર્ડ રોહિત શર્મા પોતાના નામે કરી શકે છે. વીરેન્દ્ર સેહવાગનો 91 સિક્સરનો રેકોર્ડ તોડવા માટે તેણે હજુ ચાર સિક્સર મારવાની જરૂર છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 88 સિક્સર ફટકારી છે.