ક્રાઈસ્ટચર્ચઃ જેદ્દાહમાં આઈપીએલ 2025 ઓક્શન વચ્ચે તાજેતરમાં ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે આઈપીએલ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પૂર્ણ થયેલી મેગા ઓક્શનમાંથી બહાર થવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને લંબાવવા અને એશિઝ જેવી મહત્વપૂર્ણ ટુનામેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
સ્ટોક્સ ભવિષ્યમાં આઇપીએલની હરાજીમાં સામેલ થઇ શકશે નહીં કારણ કે આ લીગના નવા નિયમો અનુસાર, જે ખેલાડીએ મેગા ઓક્શન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તે મિની ઓક્શનમાં ભાગ લઈ શકશે નહીં. તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં ઈંગ્લેન્ડના કુલ 52 ખેલાડીની બોલી લગાવવામાં આવી હતી.
આપણ વાંચો: અધધધ…આ બે ક્રિકેટર આઈપીએલ-ઑક્શનના ઇતિહાસમાં રેકોર્ડ-બ્રેક કુલ 50 કરોડ રૂપિયા કમાયા છે
સ્ટોક્સે ન્યૂ ઝીલેન્ડ સામે ગુરૂવારથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે, “એ વાત કોઈથી છૂપાયેલી નથી કે હું મારી કારકિર્દીના અંતિમ તબક્કામાં છું. એના પર વિચાર કરવાનો સમય છે કે મે શું હાંસલ કર્યું છે અને મારે એવું શું કરવું જોઇએ જેથી હું મારા કરિયરને લાંબા સમય સુધી લંબાવી શકું.
તેણે કહ્યું હતું કે હજુ મારામાં ઘણું ક્રિકેટ બાકી છે. હું જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઇગ્લેન્ડ તરફથી રમવા માંગું છું. ભૂતકાળમાં સ્ટોક્સ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ તરફથી રમી ચૂક્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને