રાંચી: ઝારખંડમાં બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામો(Jharkhand Election Result Live) આવવાના શરૂ થયા છે. જેમાં ઝારખંડમાં કુલ 68 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં એનડીએ અને ઇન્ડી ગઠબંધન વચ્ચે મુકાબલો થયો હતો. હાલમાં ઝારખંડ વિધાનસભા પરિણામોમાં શરૂઆતની 41 બેઠકોના ટ્રેન્ડમાં ભાજપ સમર્થિત એનડીએ 26 અને જેએમએમ સમર્થિત ઇન્ડી ગઠબંધન 15 બેઠક પર આગળ છે.
ઇન્ડી ગઠબંધને જીતનો દાવો કર્યો
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા ઇન્ડી ગઠબંધને જીતનો દાવો કર્યો છે. ઝારખંડના કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીરે કહ્યું કે તેમનું ગઠબંધન 50 થી 55 બેઠકો જીતવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જનતાએ હેમંત સોરેનની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ વખતે પણ તે જ સરકાર બનશે.
કુલ 1211 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવ્યું
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024માં કુલ 1211 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવ્યું હતું. આ ચુંટણીમાં અનેક વીવીઆઈપી ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સીએમ હેમંત સોરેન, બાબુલાલ મરાંડી, કલ્પના સોરેન, ચંપાઈ સોરેન, સીતા સોરેન, સરયુ રાય, પૂર્ણિમા સાહુ અને ઈરફાન અંસારી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
Also read: નવજોત સિંહ સિદ્ધુનો દાવો! આ દેશી ચીજોના સેવનથી પત્નીએ સ્ટેજ-4 કેન્સરને માત્ર 40 દિવસમાં હરાવ્યું…
એનડીએએ 68 બેઠકો પર ઉમેદવારોને ઉભા રાખ્યા
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે એનડીએએ 68 બેઠકો પર ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. જેમાં તેના સાથી પક્ષો AJSU પાર્ટી 10, JD(U)2 અને લોક જનશક્તિ (રામ વિલાસ) 1 પર ચૂંટણી લડી હતી. જ્યારે બીજી તરફ ઇન્ડી ગઠબંધનમાં JMM 43 બેઠક પર, કોંગ્રેસ 30, આરજેડી 6 અને સીપીઆઈ (એમએલ) 4 પર ચૂંટણી લડી હતી.
Also read: મણિપુરમાં હિંસા: શાંતિ સ્થાપવા માટે વધુ 10,000 જવાનને મોકલાશે…
2019ની ચૂંટણીઓમાં JMM-કોંગ્રેસ-RJDએ 47 બેઠકો જીતી હત
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ની ચૂંટણીઓમાં JMM-કોંગ્રેસ-RJDએ 47 બેઠકોની બહુમતી જીતી હતી. જ્યારે ભાજપે 25 બેઠકો મેળવી હતી
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને