Vadodara elder  national  Cyber Fraud extort 1.60 crore by digitally arrest

નવી દિલ્હી : દેશમાં વધતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પગલે   ફ્રોડના કિસ્સા પણ વધ્યા છે. જેના પગલે ઓનલાઇન ફ્રોડ કરનારા લોકો નવી ટેકનિક પણ અજમાવી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડમાં હાલમાં જ એક નવું  જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ (Jumped Deposit Scam)પ્રકાશમાં આવ્યું છે.

જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમનો વ્યાપક ઉપયોગ

જોકે, સરકાર અને એજન્સીઓએ  સાયબર ગઠીયાઓને રોકવા માટે  નવા નિયમો લાવી રહી છે. ત્યારે આ સાયબર  ગઠીયાઓ  લોકોને છેતરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે.

Also read: સાયબર સાવધાની : અદૃશ્ય ઠગોને ઠેંગો બતાવવા સાયબર સુપર સ્માર્ટનેસ લાવીએ…

બેંક એકાઉન્ટ પલક ઝપકતા જ ખાલી થઇ જશે.

આ અંગે તમિલનાડુ પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ અંગે એલર્ટ જાહેર કર્યું હતું. તેથી  જો તમે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરો છો અથવા  ખાતામાં પૈસા જમા કરાવો છો.તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. નહિતર તમારૂ બેંક એકાઉન્ટ પલક ઝપકતા જ ખાલી થઇ જશે.

યુપીઆઇ એકાઉન્ટમાં પિન નાખતા જ એકાઉન્ટ ખાલી

આ  જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમમાં  સાયબર ગઠીયા  પહેલા વ્યક્તિના ખાતામાં કેટલાક પૈસા જમા કરે છે. તેની બાદ  તેઓ તેને ફોન કરે છે અને પૈસા પાછા આપવા વિનંતી કરે છે અને કહે છે કે પૈસા ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે. પૈસા ટ્રાન્સફર થયાની વાત સાંભળ્યા પછી  લોકો પોતાનું એકાઉન્ટ ચેક કરવા માટે પોતાનો યુપીઆઇ એકાઉન્ટમાં પિન નાખતા જ બેંક એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ જાય છે. તેથી લોકોએ  જો આ રીતે અચાનક તમારા ખાતામાં કોઈ પૈસા આવે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને