mukesh ambani takes dip successful  mahakumbh

પ્રયાગરાજ: હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાકુંભમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે હવે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. મુકેશ અંબાણી સહિત તેમની ચાર પેઢીઓ પણ કુંભ નગરી પહોંચી હતી.

Also work : જ્યાં સુધી ન કહીએ ત્યાં સુધી EVM ડેટાનો નાશ ન કરશો; સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો મોટો આદેશ…

ચાર પેઢી પણ પ્રયાગરાજ પહોંચી
મુકેશ અંબાણીની સાથે તેમની ચાર પેઢી પણ પ્રયાગરાજ પહોંચી છે અને તેમણે પવિત્ર સ્નાન કર્યું હતું. પૌત્રો પૃથ્વી-વેદ, માતા કોકિલા બેન, આકાશ-શ્લોકા અને અનંત-રાધિકા સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, અંબાણી પરિવારે નિરંજની અખાડાના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજની હાજરીમાં માતા ગંગાને પ્રાર્થના કરી હતી.

આ ઉપરાંત અંબાણી પરિવારની સાથે બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી સાથે સ્નાન કર્યું. તેમની સાથે મુકેશ અંબાણીના સાસુ પૂર્ણિમાબેન દલાલ અને સાળી મમતાબેન દલાલ પણ હાજર રહ્યા હતા.

સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યા બાદ મુકેશ અંબાણીએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી હતી. આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઇફ જૅકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની ‘તીર્થયાત્રી સેવા’ દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહી છે.

Also work : PM Modi એ ફ્રાન્સમાં એઆઇ સમિટને સંબોધિત કરી, કહ્યું કૌશલ્યમાં રોકાણ કરવાની તાતી જરૂરિયાત

‘વી કેર’ ફિલોસોફી અનુસાર, રિલાયન્સ શ્રદ્ધાળુઓ માટે પૌષ્ટિક ભોજન (અન્ન સેવા), વ્યાપક આરોગ્યસુવિધા, સલામત પરિવહન અને કનેક્ટિવિટી સહિતની વિવિધ સેવાઓ પ્રદાન કરી રહી છે. કંપની દ્વારા વધુ સુવિધાઓમાં પવિત્ર નદીમાં સુરક્ષા, આરામદાયક વિશ્રામ ઝોન, સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રશાસન, પોલીસ અને લાઇફગાર્ડ્સ માટે સહાયતાની વ્યવસ્થા સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને