નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભા સાથે યુપી સહિત કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. દેશમાં મહિલાઓના મતદાને મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં મહિલાલક્ષી યોજનાઓ પણ ભાજ ભજવી છે. રાજકારણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી જીતમાં ‘કી ફેક્ટર’ સાબિત થઈ રહી છે.
રાજ્યોમાં રાજકીય પક્ષો મહિલા-કેન્દ્રીત કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી રહ્યા છે અને તેના કારણે મહિલા મતદારોનો મજબૂત સપોર્ટ મળ્યો છે. મહિલા મતદારો રાજકીય પક્ષો માટે મજબૂત વોટ બેંક સાબિત થઈ છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં ફરી આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. રાજકીય પરિણામોને આકાર દેવામાં મહિલાઓની મહત્ત્વની ભૂમિકા છે, જે આ બંને રાજ્યોના પરિણામો પરથી સાબિત થયું છે.
પહેલું ફેક્ટરઃ લાડલી યોજના બની ગેમ ચેન્જર
થોડા વર્ષો પહેલાં રાજકીય વિશ્લેષકો પુરુષોની તુલનામાં મહિલાઓના ઓછા મતદાનની ટકાવારીની આલોચના કરતા હતા. પરંતુ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશની સરકારે દેશમાં પ્રથમ વખત મહિલાઓ-યુવતીઓ પર આધારિત સ્કીમ લૉન્ચ કરી હતી.
આપણ વાંચો: મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમારા કામ અને કલ્યાણકારી યોજનાને આધારે જીતશે: એકનાથ શિંદે
આ સ્કીમે મધ્યપ્રદેશમાં આખું ચિત્ર જ બદલી નાંખ્યું હતું. લાડલી બહન યોજના ગેમ ચેન્જર સાબિત થઈ હતી. આ યોજનાએ મહિલા મતદારોને મોટી સંખ્યમાં વોટ આપવા પ્રેરિત કર્યા. જેના પરિણામે ભાજપની ભવ્ય જીત થઈ હતી અને આ રણનીતિ ચૂંટણી જીતવાની ફોર્મુલા સાબિત થઈ હતી.
હપ્તાની રકમ 2,500 કરવાનું વચન કામે લાગ્યું
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધને મહિલાઓને પ્રાથમિકતા આપી હતી, સરકારે મહિલા સશક્તિકરણ યોજનાને વિસ્તારી હતી.
જેમાં મહિલાઓને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે નાણાકીય સહાય આપવામાં આવી. લાડકી બહન યોજના સરકાર દરેક પરિવારની મહિલાને પ્રતિ મહિને 1500 રૂપિયા આપે છે, જે ચૂંટણી પહેલા સરકારે વ્યૂહાત્મક ચાલનાં ભાગરૂપે 2500 સુધી કરવાનો વાયદો કર્યો હતો. શિંદે સરકારે વાયદો કર્યો કે જો તેઓ ફરીથી સત્તામાં આવશે તો દરેક પરિવારની વડીલ મહિલાને દર મહિને 2500 રૂપિયા આપશે.
આપણ વાંચો: લોકસભા પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારી: ચૂંટણી પંચના પગલાં
મહિલા મતદારો પર શિંદે સરકારનું ફોક્સ રંગ લાવ્યું અને આ ચૂંટણીમાં મહિલા મતદારોએ ખુલીને મતદાન કર્યું. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ વોટ આપવા નીકળી હતી અને ચૂંટણી પરિમામ બતાવે છે કે મહિલાઓ મહાયુતિ સરકારને ખોબલે ખોબલે મત આપ્યા હતા. મહાયુતિએ મહિલા વોટરના દમ પર બમ્પર સફળતા હાંસલ કરી છે.
મહિલાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા ઝારખંડમાં હેમંત સોરેનને ફાયદો
મહારાષ્ટ્રની સફળતા ઝારખંડમાં પણ જોવા મળી હતી. અહીંયા પણ મહિલા કેન્દ્રીય આધારિત યોજનાઓની અસર જોવા મળી હતી. મઈયા સમ્માન યોજનાએ ઝારખંડની રાજનીતિમાં હલચલ મચાવી હતી. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર યોગ્ય મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપી રહી છે.
હેમંત સોરેને સરકારની આ યોજનાના 4 હપ્તા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી ચુકી છે. આ ઉપરાંત, હેમંત સોરેન સરકારે સ્કૂલે જતી છોકરીઓને મફત સાઇકલ, સિંગલ મધરને રોકડ સહાય, બેરોજગાર મહિલાઓને રોકડ સહાય આપવાની સ્કીમ પણ શરૂ કરી છે. મઇયા સમ્માન યોજના હેમંત સરકારની પ્રતિષ્ઠા અને રાજકીય નિષ્ઠાને વધારવામાં સફળ રહી છે.
દિવાસી, ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં આ સ્કીમ્સની જોરદાર ચર્ચા રહી. આ સ્કીમનો ફાયદો હેમંત સરકારને મળ્યો અને જેએએમ પ્રચંડ બહુમત સાથે વાપસી કરવામાં પણ સફળ રહી.
મહિલા કેન્દ્રીત યોજનાઓ કેમ સફળ થાય છે
મહિલાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી યોજનામાં પ્રત્યક્ષ લાભ આપવામાં આવે છે. જેનાથી લાભાર્થી તત્કાલ અને કોઈ ઝંઝટ વગર લાભ મળતો હોવાનું અનુભે છે.
મહિલાઓ વિશેષ રીતે ગ્રામીણ ભારતમાં પરિવાર અને સમુદાયમાં નિર્ણય લેવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. જે અપ્રત્યક્ષ રીતે અનેક વોટને પણ પ્રભાવિત કરે છે. એક મહિલા જ્યારે સમૂહમાં હોય ત્યારે આવી યોજનાઓની ચર્ચા કરે છે અને બીજી મહિલાઓ તેનાથી પ્રભાવિત થાય છે.
આ યોજનાઓ લાંબા સમયથી ચાલી આવતી અસમાનતાઓને ટાર્ગેટ કરે છે. યોજનાઓ સિંગલ મધર, વિઝવાઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને આકર્ષિત કરે છે.
લાભાર્થી કેન્દ્રિત કાર્યક્રમ મહિલાઓ વચ્ચે વિશ્વાસ અને વફાદારીને વધારે આપે છે, જે પાર્ટીઓ તેને અમલમાં લાવે છે તેમના માટે આ મહિલાઓ વોટ બેંકમાં ફેરવાઈ જાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને