Will the Mahayuti authorities  beryllium  sworn successful  connected  November 25 representation by escaped property diary

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ઐતિહાસિક દેખાવ તરફ આગળ વધી રહ્યું છે. મહાયુતિની સત્તાની રચનાનો માર્ગ સ્પષ્ટ જણાય છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત રાજ્યના મુખ્ય પ્રધાન બને તેવી પ્રબળ સંભાવના છે. ભાજપ તરફથી પણ આવી હિલચાલ શરૂ થઈ ગઈ છે.

રાજ્ય ચૂંટણી પંચ આજે મોડી રાતે અથવા તો રવિવારે વિજયી ઉમેદવારોને પ્રમાણપત્ર આપે કે તરત જ ભાજપના વિધાનસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે મહાયુતિના અન્ય ઘટકપક્ષો પણ પોતાના વિધાનસભ્યોની બેઠકનું આયોજન કરશે અને સોમવારે સરકારના ગઠન માટેનો દાવો રાજ્યપાલ સમક્ષ માંડશે.

આમેય રાજ્ય વિધાનસભાની મુદત મંગળવારે પૂરી થાય છે અને તેના પહેલાં દાવો માંડવામાં ન આવે તો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી શક્યતા હોવાથી તે પહેલાં જ દાવો રજૂ કરવો એવું નક્કી કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં વધી મતદાનની ટકાવારીઃ કોને ફાયદો કોને નુકસાન?

સ્પષ્ટ પરિણામોને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સરકારના ગઠન માટેની હિલચાલ શરૂ કરી નાખવામાં આવી છે. રવિ રાણા સહિત નાના પક્ષોના નેતાઓ અને અપક્ષ વિધાન સભ્યોને રવિવારે મુંબઈ આવી જવા માટેના સંકેત આપી દેવામાં આવ્યા છે.

ભાજપના વિધાનસભ્યોની બેઠક રવિવારે જ યોજાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે 25 નવેમ્બરે શપથ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અંતિમ નિર્ણય દિલ્હીથી આવ્યા બાદ નક્કી કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે – દરેકર

હાલમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્ય પ્રધાનપદની રેસમાં સૌથી આગળ છે. ભાજપના નેતા પ્રવિણ દરેકરે સ્પષ્ટતા કરી છે કે ‘ભાજપ પાસે મહાયુતિમાં વધુ બેઠકો છે.

આપણ વાંચો: Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, મહાયુતિ-એમવીએ વચ્ચે કાંટાની ટક્કર

તેથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે.’ ‘દેવેન્દ્ર ફડણવીસે ધર્મયુદ્ધનું આહ્વાન કર્યું હતું. લોકોએ તેમને પ્રતિસાદ આપ્યો છે. તેથી ભાજપને મુખ્ય પ્રધાનપદ મળવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસે ફરીથી મુખ્ય પ્રધાન બનવું જોઈએ,’ એમ પ્રવિણ દરેકરે જણાવ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસના મોટા ભાઈ આશિષ ફડણવીસે કહ્યું કે, આ એક મોટો દિવસ છે અને આ પરિણામ પછી કાર્યકરોને એવું લાગવું સ્વાભાવિક છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનવા જોઈએ. આપણે પણ એવું જ અનુભવીએ છીએ.

દેવેન્દ્ર ફડણવીસે પણ સરકાર બનાવવાની હિલચાલ શરૂ કરી દીધી છે. યુવા સ્વાભિમાન પાર્ટીના રવિ રાણાને દેવેન્દ્ર ફડણવીસે ફોન કર્યો હતો. ફડણવીસે રવિ રાણાને તાત્કાલિક મુંબઈ બોલાવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. માહિતી સામે આવી રહી છે કે દેવેન્દ્ર ફડણવીસ અન્ય વિધાનસભ્યોને પણ સત્તા બનાવવા માટે મુંબઈ બોલાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને