અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીય ભારત પરત ફર્યા છે, જેમાં 33 ગુજરાતીનો સમાવેશ થાય છે. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન આજે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર અને 79 પુરુષનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ડંકી રુટ’ મારફતે અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકાથી પરત ફરેલા લોકોના પરિવાર સાથે મુંબઇ સમાચારે વાતચીત કરી હતી.
પરત ફરેલા લોકોમાં 33 લોકો ગુજરાતના
અમેરિકાથી પરત ફરેલા ભારતીય નાગરિકોમાં સૌથી વધુ લોકો પંજાબ અને ગુજરાત રાજ્યના છે. તે ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાથી પરત આવેલા લોકોમાં 33 ગુજરાતના, 30 પંજાબના છે જ્યારે બે-બે ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના છે અને ત્રણ મહારાષ્ટ્રના છે. ગુજરાતના નાગરિકોમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે.
પરિવાર સાથે મુંબઇ કરી સમાચારે વાત
આ દરમિયાન અમેરિકાથી પરત ફરેલા લોકોના પરિવાર સાથે મુંબઇ સમાચારે વાત કરી હતી. માતાએ કહ્યું હતું કે, દુખ તો ઘણુંય થાય છે પણ ભગવાનની દયાથી તેઓ સાજા નરવા પાછા આવે એટલે બસ, અમારે બીજું કઈ નથી જોઈતું. આ પહેલા તેઓ સુરત રહેતા હતા પણ ત્યાં મંદી આવતા તેઓ અંતે અમેરિકા ગયા હતા. જો કે એજન્ટ વિશે કોઇ માહિતી નહિ હોવાની વાત કરી હતી.
Also read: USAમાં ગેરકાયદે વસતા લાખો લોકોને મોટી રાહત; કોર્ટે ટ્રમ્પના ઓર્ડર પર રોક લગાવી
બે વીઘા જમીન હતી
જો કે તેમના માતાએ કહ્યું હતું કે બે વીઘા જમીન હતી તે વેંચીને તેના પૈસા લઈને તેમનો દીકરો અમેરિકા ગયો હતો તેમ કહ્યું હતું. જ્યારે તેમના પિતાએ કહ્યું હતું કે જ્યારે સુરતમાં હીરામાં મંદી આવી ત્યારે તેમણે મકાન વેંચીને તે પૈસાથી સુરત ગયો હતો. જ્યારે તેઓ અમેરિકા ગયા તેના ચાર દાડા પહેલા તેઓ આવ્યા હતા અને વાત કરી હતી. જો કે બાદમાં તેમણે એમ કહ્યું હતું કે મને હમણાં ફોન કરતાં નહિ અને ત્યાં ગયા બાદ તેમનો ફોન બંધ થઈ ગયો હતો.
હેમખેમ ઘરે આવ્યા એટલે બસ
આ સમગ્ર ઘટનાની જાણ તેમને કઈ રીતે થઈ તેનો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે મીડિયા – ટીવીમાંથી અમે જોયું. બહલે ગમે તેવી સ્થિતિ થઈ હોવા છતાં તેમણે કહ્યું હતું કે હેમખેમ ઘરે આવ્યા એટલે બસ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને