નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા આતંકવાદી સલમાન રહેમાન ખાનનું રવાંડામાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. સલમાનનનું નામ બેંગલુરુ જેલ આતંકવાદી કાવતરાના કેસમાં જોડાયેલું છે. સલમાન બેંગલુરુમાં કટ્ટરપંથી અને આતંકવાદી ઓપરેટિવ્સને વિસ્ફોટકોની સપ્લાય કરતો હતો.
NIAએ કસ્ટડીમાં લીધો:
રવાંડા ઇન્વેસ્ટિગેશન બ્યુરો (RIB), ઇન્ટરપોલ અને નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCBs)ના સહયોગથી સલમાનની રવાંડાની રાજધાની કિગાલીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ગુરુવારે વહેલી સવારે ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને NIA દ્વારા ઔપચારિક રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Manipur Violence : કેન્દ્ર સરકાર એક્શનમાં, ત્રણ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી
વર્ષ 2020 બાદ 17મી વાર NIA એ આતંકવાદીનું વિદેશથી પ્રત્યાર્પણ કરવામાં સફળતા મળી હતી.
બેંગલુરુ જેલ કનેક્શન:
સલમાનને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. તેણે 2018 અને 2022 ની વચ્ચે POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) હેઠળના ગુનામાં સજા ભોગવી હતી. આ જેલવાસ દરમિયાન જ સલમાન આજીવન સજા કાપી રહેલા એક દોષિત આતંકવાદી ટી નસીરના સંપર્કમાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે નસીરે સલમાનને કટ્ટરપંથી બનાવવા અને જેલમાં આતંકી મોડ્યુલ રચવામાં ભૂમિકા ભજવી હતી.
NIAની તપાસમાં ખુલાસો થયો કે સલમાન કટ્ટરપંથી બનીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા લાગ્યો. તેણે આતંકી ઓપરેટિવ્સ માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોની સપ્લાય કરવામાં મદદ કરી હતી. નસીરે કોર્ટમાં હાજરી દરમિયાન ભાગી જવા માટે કાવતરું રચ્યું હતું.
જ્યારે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો ત્યારે સલમાન ભારતમાંથી ભાગી ગયો, સલમાનબી રવાંડામાં ધપકડ કરવામાં આવી હતી. બેંગલુરુ શહેરના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો.
ઇન્ટરપોલની રેડ કોર્નર નોટીસ:
એનઆઈએની વિનંતી પર, સીબીઆઈને 2 ઓગસ્ટ 2024ના રોજ ઈન્ટરપોલ તરફથી તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. વોન્ટેડ સલમાન પર નજર રાખવા માટે તમામ દેશોની એજન્સીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. બાદમાં ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરો કિગાલીની મદદથી સલમાન રવાંડામાં હોવાની જાણકરી મળી.
NIAની ટીમ દ્વારા 28 નવેમ્બર 2024ના રોજ આતંકીને ભારત લાવવામાં આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને