rahul gandhi presumption     bihar caste survey   arsenic  fake

પટના : દેશમાં લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે ઉઠાવેલો જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જેમાં બિહારની મુલાકાતે ગયેલા સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના(Rahul Gandhi) પટનામાં આયોજિત બંધારણ સુરક્ષા પરિષદમાં બિહારમાં નીતિશ સરકારે કરેલી જાતિ આધારિત વસ્તી ગણતરીને નકલી ગણાવી હતી. તેમજ આક્ષેપ કરી હતો કે આ સર્વે લોકોને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ આ પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. તેમજ હાલ દેશમાં અનામત પર 50 ટકાની મર્યાદા છે તેને દૂર કરવામાં આવશે.

આ પણ વાંચો : 31 જાન્યુઆરીથી સંસદનું Budget Session,1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે…

દરેક વર્ગની વસ્તીના આધારે ભાગીદારી સુનિશ્ચિત કરાશે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આ સમાજનો એક્સ-રે છે. જેનાથી સમાજના દરેક વર્ગની વસ્તી અને તેમની ભાગીદારીની સ્પષ્ટતા થાય છે. જેના આધારે દેશના નીતિ અને યોજનાઓને આકાર આપી શકાય. તેમજ સમાજના દરેક વર્ગની વસ્તીના આધારે ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું કે ગત લોકસભા ચુંટણીમાં 400 બેઠક જીતીને બંધારણ બદલવાની વાત કરી હતી. ત્યારે અમે તેમનો રસ્તો રોકયો અને દેશના બંધારણની રક્ષા કરી હતી.

તેજસ્વી યાદવ અને આરજેડી તેનો શ્રેય લેતા હતા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં જ્યારે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેને જાતિ અને આર્થિક સર્વે કહેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ સર્વે કોંગ્રેસ મહાગઠબંધનનો સામેલ હતી ત્યારે કરવામાં આવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ આ સર્વેને નકલી ગણાવતા હવે તેમણે મહાગઠબંધન સરકારના દાવા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. જ્યારે આ સર્વે બાદ તેજસ્વી યાદવ અને આરજેડી તેનો શ્રેય લેતા હતા.

આ પણ વાંચો : Cyber Fraud પર નિયંત્રણ માટે સરકારે લોન્ચ કરી એપ્લિકેશન…

રાહુલ ગાંધીના આ નિવેદને બિહારની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. જ્યારે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામતનો મુદ્દો આગામી ચૂંટણીમાં મુદ્દા પણ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને