અમદાવાદઃ રાજકોટ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં રાજ્યમાં પ્રથમ વખત મિલ્કત વેરા સમકક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયુ હતું. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ચાલુ વર્ષે રૂ. 167.25 કરોડના ખર્ચે કટારીયા ચોક આઇકોનિક બ્રિજ અને રૈયા રોડ પર 15.19 કરોડના ખર્ચે ફોરલેન બ્રિજ બનાવવામાં આવશે.
Also work : Dahod માં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 12 લોકોની ધરપકડ
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે.
રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર તુષાર સુમેરાએ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે,3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં લીવેબલ ઈન્ડેક્ષ મુજબ મુખ્યત્વે માળખાકીય સુવિધા જેવી કે શિક્ષણ અને આરોગ્ય, તેમજ સામાજિક આર્થિક ભૌતિક અને સંસ્થાકીય સુવિધા મજબૂત બનાવવામાં આવશે. આ બજેટમાં પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી સીએનજી બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે.
Also work : જૂનાગઢમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર, નેતાઓ થયા દોડતાં
લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ માટે 43.15 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગર પાલિકાના બજેટમાં આ વખતે કરવેરામાં વધારો સૂચવાયો છે.રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા જયારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જયારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 4 ગણો વધારો કરી રહેણાંક મિલકતો માટે 365થી વધારી 1460 રૂપિયા અને બિન રહેણાંક મિલ્કતો માટે 2920 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. એશિયાટિક લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા 43.15 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને