History of Indian currency notes

આપણે બધાએ જ્યારથી સમજદાર થયા છીએ ત્યારથી જ આપણે આપણી ઈન્ડિયન કરન્સી પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો જ જોયો છે, પરંતુ શું તમને ખબર છે કે હંમેશાથી આવું નહોતું. તમને જાણીને નવાઈ લાગશે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બાપુ એ પહેલી ચોઈસ નહોતા. જી હા, આ હકીકત છે અને આજે અમે તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ-

ભારત આઝાદ થયું એ પહેલાં બ્રિટિશ ઈન્ડિયામાં ભારતીય કરન્સી પર બ્રિટેનના રાજાનો ફોટો છાપવામાં આવ્યો હતો. આ ફોટો હતો કિંગ જ્યોર્જ પાંચમાની. 15મી ઓગસ્ટ, 1947ના જ્યારે ભારત આઝાદ થયો ત્યાર બાદ પણ દેશનું સંવિધાન બને ત્યાં સુધી આ નોટ છાપવાનું ચાલું જ રાખવામાં આવ્યું હતું.

જોકે, આઝાદી બાદ બધાનું એવું માનવું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો છાપવો જોઈએ, પરંતુ સંમત્તિ બની અશોક સ્તંભ પર. 1950માં પહેલી જ વખત જ્યારે 2,3,10 અને 100 રૂપિયાની નોટ છાપવામાં આવી ત્યારે આ તમામ નોટ પર અશોક સ્થંભનો ફોટો છાપવામાં આવ્યો હતો.

આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

આઝાદી પહેલાં ભારતીય કરન્સીમાં સતત એક્સપરિમેન્ટ થયા. 1950થી 60ની વચ્ચે ભારતીય ચલણી નોટો પર વાઘ, હરણ જેવા પ્રાણીઓના ફોટો છપાય આ સિવાય આ નોટ પર હીરાકુંડ બાંધ, આર્યભટ્ટ સેટેલાઈટ, બૃહદેશ્વર મંદિરના ફોટો છપાયા હતા.

રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો ગાંધીજી સિવાય જેમના ફોટો ચલણી નોટ પર છાપવાના સજેશન આરબીઆઈ પાસે આવ્યા હતા તેમાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ જેવા દેવી-દેવતાઓનો પણ સમાવેશ થતો હતો.

હવે તમને થશે કે ભાઈ તો પછી આરબીઆઈ દ્વારા ક્યારે ભારતીય ચલણી નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો છપાવવાનું શરૂ થયું? ચાલો તમને આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ.

આપણ વાંચો: RBI એ બેંકોને એસેટ વેલ્યૂમાં થતો ઘટાડો રોકવા આપ્યો આ આદેશ

1969માં પહેલી વખત મહાત્મા ગાંધીજીની 100મી જન્મજયંતિ પર ભારતીય ચલણી નોટ પર તેમનો ફોટો છપાયો હતો. આ ચલણી નોટો પર મહાત્માં ગાંધીનો બેઠેલો ફોટો છાપવામાં આવ્યો હતો અને તેમની પાછ બેકગ્રાઉન્ડમાં સેવાગ્રામ આશ્રમનો ફોટો પણ જોવા મળ્યો હતો. આખરે આરબીઆઈએ 1987માં નિયમિત રૂપે મહાત્મા ગાંધીનો ફોટો છાપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ માહિતી, તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને