S jaishankarની પ્રેસ કોન્ફરન્સ બતાવવા બદલ કેનેડાએ ન્યુઝ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો, ભારતે કહી આ વાત

2 hours ago 1
: "jaishankar criticizes india's inaction connected  26/11 mumbai attacks"

નવી દિલ્હી: કેનડાની જસ્ટિન ટ્રુડો સરકારનું ભારત વિરોધી વલણ હવે ખુલીને (Canada-India tension) સામે આવી રહ્યું છે. કેનેડા સરકાર અવારનવાર ભારત વિરોધી પગલા ભરી રહી છે. તાજેતરમાં કેનેડાએ ઓસ્ટ્રેલિયની એકન્યુઝ ચેનલ પર પ્રતિબંધ (Canada banned Australian quality channel) મૂકી દીધો હતો. આ ચેનલે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું. કેનેડાના આ પગલા બાદ ભારતે કેનેડાને ફટકાર લગાવી છે.

Also read: દુનિયાનો એકમાત્ર એવો દેશ કે જ્યાંના લોકો Internet નથી વાપરતા…

ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલ દ્વારા એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સના પ્રસારણ પર કેનેડાએ વાંધો ઉઠાવ્યો હતો. એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસ જયશંકરે ભારત-કેનેડાના સંબંધો અંગે ટિપ્પણી કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ ઓસ્ટ્રેલિયા ટુડે યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી, જે કેનેડિયન સરકાર સાથે પસંદ ના પડ્યું.

કેનેડા સરકારના આ નિર્ણય પર હવે ભારત સરકારે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે આ આઉટલેટનું સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું છે અને તે હવે કેનેડામાં દર્શકો માટે ઉપલબ્ધ નથી.

Also read: ટ્રમ્પનું ચૂંટાવું ભારત માટે ચિંતાનો વિષય? ટ્રમ્પની આ નીતિઓ ભારતને અસર કરશે

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હેન્ડલે એસ જયશંકર અને પેની વોંગની પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું તેના એક કલાક પછી જ તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. રણધીર જયસ્વાલે કહ્યું કે અમને આશ્ચર્ય થયું, આ અમને વિચિત્ર લાગે છે. આ પગલું ફરી એકવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતું કરે છે. રણધીર જયસ્વાલે કહ્યું કે વિદેશ પ્રધાને એ વાત પર ભાર મુક્યો હતો કે કેનેડામાં ભારત વિરોધી તત્વોને રાજકીય જગ્યા આપવામાં આવી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article