![Gujarat High Court hits AMC connected road-road-parking](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/gujarathighcourt.webp)
અમદાવાદ : સાબરમતી(Sabarmati )નદી પ્રદૂષણ સુઓમોટો અરજી પર હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ વૈભવી નાણાવટીની બેંચ સમક્ષ સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટ મિત્ર દ્વારા જોઇન્ટ ટાસ્ક ફોર્સનો 12મો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જોઇન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા 07 સીટીપી ચકાસણી કરવામાં આવી હતી અને એની ચકાસણીથી જાણ થઇ હતી કે ટ્રીટેડ પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધ્યું છે. તે સિવાય ટ્રીટેડ પાણીમાં કલર પણ છે. આ પાણી મેગા પાઇપલાઇનમાં ઠાલવવામાં આવે છે અને ત્યાંથી એ સાબરમતી નદીમાં જાય છે.
Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
હાઇકોર્ટે વ્યવસ્થાતંત્રને તાકીદ કરી હતી
હાઇકોર્ટે જોઇન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટનો જવાબ આપવા માટેનો આદેશ કરતાં નોંધ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોનો અમલ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જીપીસીબી દરેક મહિને ચકાસણી કરે છે અને એનો રિપોર્ટ રજૂ કરે છે. જ્યારે ટાસ્ક ફોર્સને હવે દર ત્રણ મહિને ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી માર્ચ મહિનામાં મુકરર કરી હતી. આ મામલે અગાઉ હાઇકોર્ટે વ્યવસ્થાતંત્રને તાકીદ કરી હતી કે આવી બાબતોના કાયમી સમાધાન માટે અભ્યાસ કરાવો જોઈએ.
પાણીનો ઉપયોગ ખેતી માટે પણ થાય છે
કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે જોઇન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને એમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે સાબરમતી નદીના પાણીમાં ટીડીએસનું સ્તર વધ્યું છે અને એનો રંગ પણ બદલાઇ ગયો હોઇ પ્રદૂષણ થઇ રહ્યું છે. આ પાણીનો ઉપયોગ ખેતી માટે પણ થાય છે. જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં પણ થઇ શકે એમ છે.
Also work : રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે પ્રાંત અધિકારી અને મામલતદારને નહિ ચૂકવાઈ મુસાફરી ભથ્થુ
વધુ ટીડીએસના જોખમી પરિણામો હોય છે
હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે ટીડીએસ અને કલરનો જે મુદ્દો છે એનો નિકાલ કોણ કરશે? સીટીપીમાથી જે પાણી નીકળે છે એના ટીડીએસ સ્તર અને પાણીનો રંગ પ્રદૂષણ સૂચવે છે. પાણીમાં જો ટીડીએસનું સ્તર વધી જાય તો તેના કારણે નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. વધુ ટીડીએસના જોખમી પરિણામો હોય છે. તેથી આપણે બધું કુદરત ઉપર છોડી શકીએ નહીં. આપણે કુદરત જોડેથી પાણી લઇને જો એને પાછું કરતાં હોઇએ તો એ શુદ્ધ હોવું જોઇએ. હાયર લેવલનું ટીડીએસ કોઇ પણ રીતે સાબરમતી નદીમાં જવું જોઇએ નહીં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને