Denied support   for Jantar Mantar, Sonam Wangchuk sits connected  accelerated  astatine  Ladakh Bhawan representation root - Hindustan Times

નવી દિલ્હીઃ જંતરમંતર ખાતે શાંતિપૂર્ણ ભૂખ હડતાળ કરવા માટે જગ્યા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે અમે એવી જગ્યા શોધી રહ્યા હતા જ્યાં અમે અમારી શાંતિપૂર્ણ ભૂખ હડતાલ કરી શકીએ પરંતુ જગ્યા આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં અમારી પાસે લદ્દાખ ભવનથી ભૂખ હડતાળ શરૂ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, જ્યાં અમને નજરકેદ રાખવામાં આવ્યા છે. અમને દેશના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ તેના માટે કોઈ તારીખ આપવામાં આવી નથી. અમને ફરીથી ભૂખ હડતાળ શરૂ કરવાની ફરજ પડી હતી, એમ લદ્દાખના પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે જણાવ્યું હતું.

નોંધનીય છે કે સોનમ વાંગચુકે જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેસવાની મંજૂરી માંગી હતી, જેને ફગાવી દેવાઇ હતી. તેમણે કહ્યું કે અમે 30થી 32 દિવસ સુધી ચાલીને અહીં આવ્યા છીએ. દિલ્હીમાં આપણા દેશના કેટલાક ટોચના નેતાઓને મળવા અને તેમને અમારી ફરિયાદો જણાવવા માંગીએ છીએ.

તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટમાં લખ્યું હતું કે અમે અંતે લદ્દાખ ભવનમાં અમારી ભૂખ હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં મને છેલ્લા ચાર દિવસથી નજરકેદ રાખવામાં આવ્યો છે. સોનમ વાંગચુક રવિવારે લદ્દાખ ભવન ખાતે ઉપવાસ પર બેઠા હતા. તેઓને જંતર-મંતર પર લદ્દાખની છઠ્ઠી સૂચિની સ્થિતિ માટે આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ઉપવાસ શરૂ કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા વાંગચુકે કહ્યું કે આંદોલન માટે જગ્યા ન મળતાં તેમને લદ્દાખ ભવન ખાતે વિરોધ કરવાની ફરજ પડી હતી. વાંગચુક સહિત લગભગ 18 લોકો લદ્દાખ ભવનના ગેટ પાસે બેસીને ‘વી શૅલ ઓવરકમ’નું હિન્દી વર્ઝન ગાતા હતા અને ‘ભારત માતા કી જય’, ‘જય લદ્દાખ’ અને ‘સેવ લદ્દાખ, હિમાલય બચાવો’ જેવા નારા લગાવતા હતા.

વાંગચુકે એક મહિના પહેલા લેહમાં શરૂ થયેલી ‘દિલ્હી ચલો પદયાત્રા’નું નેતૃત્વ કર્યું હતું. આ માર્ચનું આયોજન લેહ એપેક્સ બોડી દ્વારા કરવામાં આવ્યું હતું, જે કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને છેલ્લા ચાર વર્ષથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની, બંધારણની છઠ્ઠી સૂચિમાં તેનો સમાવેશ, લદ્દાખ માટે એક જાહેર સેવા આયોગ અને લેહ અને કારગિલ જિલ્લાઓ માટે અલગ-અલગ લોકસભા બેઠકોની માંગણી કરી રહ્યા છે.