મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિના વિજય બાદ શેરબજારમાં(Stock Market)તેજી જોવા મળી છે. જેમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેકસમાં 1076.36 પોઈન્ટ ઉછાળા પછી 80,193ના સ્તરે ખૂલ્યો છે અને નિફ્ટી 346.30 પોઈન્ટના ઉછાળા સાથે 24,253 પર ખુલ્યો છે.
રિયલ્ટી શેર 2.81 ટકા વધીને ટ્રેડ
હાલ બજારમાં બેન્ક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે બેન્ક, આઈટી સહિત લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહ્યા છે. પ્રી-ઓપનિંગમાં બજારમાં તેજી જોવા મળી. જયારે પીએસયુ બેંકોમાં મહત્તમ 3.50 ટકાનો વધારો થયો છે અને ઓઇલ અને ગેસ શેર 3.15 ટકા મજબૂત છે. રિયલ્ટી શેર 2.81 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના તમામ સૂચકાંકો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.
Also read: નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આટલા કરોડની વેચવાલી
બેન્ક નિફ્ટીએ આજે જબરદસ્ત મોમેન્ટમ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે અને તે 1027.55 પોઈન્ટ્સના વધારા સાથે 52,162ના સ્તરે જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીના તમામ 12 શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે અને પંજાબ નેશનલ બેંકમાં 4 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સના શેરોમાં વધારો
સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે માત્ર 2 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એલ્એન્ડટી, એમએન્ડએમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને બજાજ ફાઇનાન્સના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઈન્ફોસિસના શેરમાં ઘટાડો ચાલુ છે.
Also read: છે છેલ્લા દિવસોમાં ઉછળ્યું શેર બજાર: માર્કેટ કૅપ ₹2.11 લાખ કરોડ વધારતું ગયું
બીએસએઇનું માર્કેટ કેપ રૂપિયા 440 લાખ કરોડ
BSEનું માર્કેટ કેપ સુધર્યું છે અને રૂપિયા 440 લાખ કરોડને પાર કરી ગયું છે. તેના 3351 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે અને તેમાંથી 2853 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 444 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 104 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને