up by-election effect   bjp up  successful  uttar pradesh

લખનઉ: ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોના શરૂઆતના વલણો આવી (UP by predetermination result) રહ્યા છે. યુપી પેટાચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. આ પેટાચૂંટણીમાં ભાજપ 8 બેઠકો અને તેનો સાથી પક્ષ આરએલડીએ એક બેઠક પર ચૂંટણી રહ્યો છે. તે જ સમયે, સપા કોંગ્રેસના સમર્થન સાથે તમામ નવ બેઠકો પર મેદાનમાં છે.


Also read: Jharkhand Election Result Live : ઝારખંડમાં શરૂઆતી ટ્રેન્ડમાં એનડીએ 26 અને ઇન્ડી ગઠબંધન 15 બેઠક પર આગળ


યુપીની 9 વિધાનસભા બેઠકોમાથી 6 પર ભજપ આગળ ચાલી રહી છે. કરહાલથી સમાજવાદી પાર્ટી આગળ, તેજ પ્રતાપ યાદવ અહીં ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ સપાનો ગઢ માનવામાં આવે છે. ફુલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર દીપક પટેલ સપાના ઉમેદવાર મુજતબા સિદ્દીકીથી આગળ છે. સિસમાઉ સીટ પર સપાના ઉમેદવાર નસીમ સોલંકી આગળ ચાલી રહ્યા છે. મિર્ઝાપુર જિલ્લાની મઝવાન વિધાનસભા બેઠક પર બીજેપીના સુચિસ્મિતા મૌર્ય આગળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને