UPSC releases notification for Civil Services Exam 2025

નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા (CSE) 2025 અને ભારતીય વન સેવા (IFS) માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ પરથી સંપૂર્ણ જાહેરાત વિષેની માહિતી મેળવી શકે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ખાલી જગ્યાઓમાં ઘણો ઘટાડો દેખાયો છે. આ વર્ષે UPSC કુલ 979 જગ્યાઓ પર ભરતી કરશે. જ્યારે ગયા વર્ષે 1056 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી.

કેટલી જગ્યાઓ પર થશે ભરતી?

UPSC દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર આ વર્ષે કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 979 છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આયોગ દ્વારા 1,105 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી. ખાલી પદોની સંખ્યા વર્ષ 2023માં 1105 અને 2022 માં 1011 હતી.

UPSC IAS, IFSના પદ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે. સ્નાતકના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પણ જો તેઓ મુખ્ય પરીક્ષા પાસ કરે તો તેમણે સ્નાતકની ડિગ્રી રજૂ કરવાની રહેશે. વ્યાવસાયિક અથવા ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ માટે પાત્ર છે.

કઈ રીતે કરશો અરજી?

  • સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ upsc.gov.inની મુલાકાત લેવી.
  • આ પછી, ઉમેદવારોએ હોમપેજ પર ઉપલબ્ધ ‘UPSC સિવિલ સર્વિસીસ નોટિફિકેશન’ લિંક પર ક્લિક કરવું જોઈએ.
  • આ કર્યા પછી, એક અલગ પેજ ખુલશે, જ્યાં અરજી કરવા માટે ‘અહીં ક્લિક કરો’ પર ક્લિક કરો.
  • આ પછી ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ઉમેદવારોએ અરજી કરવા આગળ વધવું જોઈએ.
  • ઉમેદવારો તેમના લોગિન ઓળખપત્રો સાથે લોગિન કરે છે અને સંપૂર્ણ અરજી ફોર્મ ભરે છે અને તપાસે છે.
  • આ પછી ઉમેદવારોએ અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
  • ફોર્મ સબમિટ કર્યા પછી ઉમેદવારોએ તેમના અરજી ફોર્મનું કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવું જોઈએ અને પ્રિન્ટ આઉટ લેવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને